• Home
  • News
  • 65 દિવસ બાદ હવાઇ સેવા શરૂ, મુંબઇથી 75 પેસેન્જર સાથે ફ્લાઇટ રાજકોટ આવી, તમામને ચેકઅપ કરી 14 દિવસ ક્વોરન્ટીન કરાશે
post

રાજકોટથી 35 પેસેન્જરે મુંબઈ માટેનું બુકિંગ કરાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 11:42:00

રાજકોટ: આજથી મુંબઈ અને રાજકોટ વચ્ચે હવાઈ સેવા શરૂ થઈ ગઈ છે. આજે વહેલી સવારે 6.40 કલાકે મુંબઈથી સ્પાઈસ જેટની ફ્લાઈટ 7.45 વાગ્યે રાજકોટ આવી પહોંચી હતી.જ્યારે 8.30 વાગ્યે રાજકોટથી મુંબઈ જવા રવાના થઈ હતી. મહત્વનું છે કે સ્પાઈસ જેટની ફ્લાઈટ મુંબઈથી 75 પેસેન્જર સાથે રાજકોટ આવી પહોંચી હતી. જ્યારે રાજકોટથી 35 પેસેન્જરે મુંબઈ માટેનું બુકીંગ કરાવ્યું હતું. પેસેન્જર્સને એરપોર્ટ પર એન્ટ્રી આપતી વખતે સેનિટાઈઝ કરીને તાપમાનની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ મુંબઈથી રાજકોટ આવેલા તમામ મુસાફરોનું ચેકઅપ કરવામાં આવશે અને 14 દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડશે. આ સાથે જ એરપોર્ટ પર આઈસોલેશન રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 65 દિવસ બાદ આ હવાઇ સેવા શરૂ થઇ છે.

એરપોર્ટ પર ખાસ આઇસોલેશન રૂમ ઉભો કરવામાં આવ્યો 
મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે રાજકોટથી જે હવાઈ સેવા 65 દિવસથી બંધ હતી. તે હવાઇ સેવા આજથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પર આજે સવારે આઠ વાગ્યે મુંબઈથી સ્પાઈસજેટ મારફતે 75 જેટલા મુસાફરો રાજકોટ આવી પહોંચ્યા હતા. તો આજે ફ્લાઇટ મારફત રાજકોટથી 35 જેટલા મુસાફરો મુંબઈ જવા રવાના થયા હતાં. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી દ્વારા 25મી મેથી સમગ્ર ભારતભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે પ્રારંભિક તબક્કામાં રાજકોટને કોઈ હવાઈ સેવા ફાળવવામાં નહોતી આવી. જે બાદ જુદી-જુદી સંસ્થાઓ દ્વારા અને ખાસ કરીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ મામલે ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ આજથી રાજકોટ મુંબઈ અને મુંબઈ રાજકોટ વચ્ચેની આ હવાઇ સેવા શરૂ કરવામાં આવી છે. પેસેન્જર રમેશ ઐયરે જણાવ્યું હતું કેગુજરાતમાં આવ્યો હતો ત્યારે અચાનક લોકડાઉન લાગુ પડી ગયું હોવાથી અહીં ત્રણ મહિના થઇ ગયા. હવે પરિવારજનો પાસે જઇ રહ્યો છું તો ખુશી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post