• Home
  • News
  • રાજનાથસિંહ અમેરિકાના રક્ષા મંત્રી એસ્પરને મળ્યાં
post

રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે બેંગકોકમાં ASEAN દેશોના રક્ષા મંત્રીઓની બેઠકમાં સામેલ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-18 12:57:13

બેંગકોકઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે બેંગકોકમાં ASEAN દેશોના રક્ષા મંત્રીઓની બેઠકમાં સામેલ થયા. અહીં તેમણે 5 દેશોના રક્ષા મંત્રીઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. રાજનાથ અમેરિકાના રક્ષા મંત્રી માઈક એસ્પરને પણ મળ્યા. અહીં બંને દેશો વચ્ચે હિન્દ-પ્રશાંત ક્ષેત્રોની સ્થિતિ અને દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ વધારવા પર ચર્ચા થઈ. બેઠક બાદ રાજનાથે કહ્યું કે ક્ષેત્રમાં ASEN અને મિત્ર દેશ ભારતની યોજના કેન્દ્રમાં છે.

એસ્પરની સાથેની મીટિંગમાં રાજનાથે સ્વતંત્ર હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સાથે જ સહયોગી દેશોની સ્વયત્તા અને ક્ષેત્રીય અખંડતા કાયમ રાખવા પર પણ વાત કરી. હિન્દુ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન ઝડપથી પોતાનું સૌન્ય અને આર્થિક પ્રભાવ વધારી રહ્યું છે. તેને લઈને હિન્દ-પ્રશાંતના ઘણા દેશ પોતાની સ્વયત્તાને લઈને ચિંતા જાહેર કરી ચુક્યા છે.

રાજનાથે એસ્પર સાથેની મુલાકાત બાદ ટ્વિટમાં કહ્યું અમેરિકાના રક્ષા મંત્રી સાથે બેંગકોકમાં મુલાકાત થઈ. અમે ભારત અને અમેરિકાની વચ્ચે રક્ષા સહયોગ વધારવા પર વાત કરી. રક્ષા મંત્રાલય મુજબ, રાજનાથે એસ્પર સાથે અગામી મહિને વોશિંગ્ટનમાં થનારી 2+2 મીટિંગમાં કેટલાક અન્ય મહત્વના મુદ્દાઓ પર વિગતે ચર્ચાની વાત કહી. આ પહેલા બંને દેશોના રક્ષા મંત્રી આ વર્ષે સપ્ટેમ્બરમાં 2+2 મીટિંગમાં મળ્યા હતા.

રાજનાથે એસ્પર સિવાય જાપાનના રક્ષા મંત્રી તારો કોનો, ઓસ્ટ્રેલિયાના લિન્ડા રેનાલ્ડ્સ, થાઈલેન્ડના નાયબ વડાપ્રધાન જનરલ પ્રવિત વોંગસુવાન અને ન્યુઝીલેન્ડના રક્ષા મંત્રી રોન માર્ક સાથે મુલાકાત કરી. રાજનાથે ચારેયની સમક્ષ રક્ષા સહયોગ વધારવા પર ચર્ચા કરી.

 

adv

Related News

post
post
post
post
post
post
post