• Home
  • News
  • રાખી સાવંતે હેમા માલિનીને આપ્યો વળતો જવાબ:2024માં મથુરાથી ચૂંટણી લડવાની વાત કરી, કહ્યું-વડાપ્રધાન મોદી મને આ જવાબદારી આપવા ઈચ્છે છે
post

હેમા માલિનીએ મથુરામાંથી બેવાર ચૂંટણી લડી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-26 20:00:00

મુંબઈ: રાખી સાવંતે 2024માં લોકસભા ચૂંટણી લડવાની વાત કહી હતી. રાખીએ આ અંગે એક વીડિયો પણ બનાવ્યો હતો અને એ વાઇરલ થયો હતો. તેણે કહ્યું હતું કે રાજકારણમાં આવવું તેના માટે એક સિક્રેટ હતું. રાખીએ વડાપ્રધાન મોદીનો પણ આભાર માન્યો હતો.

રાખીએ સાંસદ તથા બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિનીને વળતો પ્રહાર કરીને જવાબ આપ્યો હતો. હાલમાં જ હેમા માલિની મથુરા ગયાં હતાં. તેમને પૂછવામાં આવ્યું કે કંગના રનૌત મથુરામાંથી ચૂંટણી લડશે? સાંસદે ગુસ્સે થઈને કહ્યું હતું કે મથુરામાં બધા ફિલ્મસ્ટાર જ જોઈએ? મથુરાની કોઈ વ્યક્તિ સાંસદ બનવા માગશે, તેને તો તમે બનવા નહીં દો? કાલે રાખી સાવંતને પણ તમે મોકલી દેશો.

રાખીએ મોદીનો આભાર માન્યો
રાખીએ કહ્યું હતું, 'હું આભાર માનું છું કે વડાપ્રધાન મને આ જવાબદારી આપવા ઈચ્છે અને આ વખતે મને ચૂંટણીની ટિકિટ આપવા ઈચ્છે છે. આનું એલાન હેમા માલિનીજીએ જ કર્યું છે. જો કોઈ ચા બનાવીને વડાપ્રધાન બની શકતા હોય તો હું બોલિવૂડમાં રહીને મુખ્યમંત્રી કેમ ના બની શકું. મને તમારા આશીર્વાદ જોઈએ. 2024માં તમે મને ચૂંટણી લડતા જોશો, પરંતુ કોઈની સામે આ એક સરપ્રાઇઝ છે.'

સ્મૃતિ ઇરાનીનો પાર્ટ 2 બનવાની જાહેરાત કરી
તેણે વધુમાં કહ્યું હતું, 'વાસ્તવમાં આ અંગે વડાપ્રધાન મોદી તથા અમિત શાહ જાતે બોલવાના હતા, પરંતુ છોડો એ બધું. વડાપ્રધાન કહે કે હેમા માલિની કહે છે એક જ વાત છે. હું હવે સ્મૃતિ ઇરાની પાર્ટ 2 બનીને બતાવીશ. મને આનંદ છે કે હું ચૂંટણી લડવાની છું. પ્લીઝ, મને સપોર્ટ કરો. હેમા દી, મારા વિશે આટલી સારી વાત કરવા બદલ આભાર.'

તમારે મથુરામાં ફિલ્મસ્ટાર જ જોઈએઃ હેમા માલિની
સાંસદ હેમા માલિની શનિવાર, 24 સપ્ટેમ્બરના રોજ મથુરામાં હતાં. આ દરમિયાન મીડિયાએ હેમા માલિનીને કંગના રનૌત મથુરામાંથી ચૂંટણી લડવાની છે એ અંગે સવાલ કર્યો હતો. જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'બહુ જ સારી વાત છે. આ વિશે તો હું શું કહું, ભગવાનની જે મરજી હશે એ થશે. બસ, તમે બધાએ મનમાં એ વાત ભરી રાખી છે કે અહીં ફિલ્મસ્ટાર જ સાસંદ બનશે. તમને મથુરામાં બધા ફિલ્મસ્ટાર જ જોઈએ.'

હેમા માલિનીએ મથુરામાંથી બેવાર ચૂંટણી લડી
ભાજપ સાંસદ હેમા માલિનીએ 2014 તથા 2017 એમ બેવાર મથુરામાંથી ચૂંટણી લડી હતી. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ બેઠક પર કંગના રનૌતનું નામ ચર્ચાવા લાગ્યું છે.

કંગના એક વર્ષમાં બેવાર અહીં આવી
કંગના છેલ્લા એક વર્ષમાં બેવાર મથુરા આવી છે. હાલમાં જ 19 સપ્ટેમ્બરના રોજ વૃંદાવન આવી હતી. કંગનાએ કહ્યું હતું કે 'ઇમર્જન્સી'નું શૂટિંગ પૂરું કર્યા બાદ તે ઠાકુરજીના આશીર્વાદ લેવા માટે આવી છે. કંગનાનો મથુરા પ્રત્યેનો પ્રેમ જોતાં તે લોકસભાની ચૂંટણી લડે એવી અટકળો શરૂ થઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post