• Home
  • News
  • રાખી સાવંતના પતિની ધરપકડ:એક્ટ્રેસે આદિલ ખાન પર છેતરપિંડીનો આક્ષેપ કરીને FIR કરી
post

રાખીએ હાલમાં જ આક્ષેપ કર્યો હતો કે આદિલને કારણે તેની માતાનું અવસાન થયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 18:09:59

મુંબઈ: રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની ઓશિવારા પોલીસે ધરપકડ કરી હતી. રાખીએ પતિ વિરુદ્ધ એકસ્ટ્રા મેરિટલ અફેર તથા છેતરપિંડીનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ કરી હતી. રાખીની ફરિયાદ બાદ પોલીસે આદિલની ધરપકડ રાખીના ઘરેથી કરી હતી.

રાખીના ગંભીર આક્ષેપો
રાખીએ પોલીસને એમ પણ કહ્યું હતું કે આદિલે લગ્નના નામે તેના તમા ઘરેણા તથા પૈસા લઈ લીધા છે. રાખીએ પોલીસમાં ફરિયાદ કરતા પહેલાં આદિલ અંગે મીડિયામાં વાત કરીને કહ્યું હતું કે આદિલે તેની પાસેથી તેના જ ઘરની ચાવી લઈ લીધી છે અને તેને પાછી આપવાની ચોખ્ખી ના પાડી છે.

 

આદિલે બોલિવૂડમાં નામ કમાવવા આમ કર્યું
રાખીએ વધુમાં કહ્યું હતું કે આદિલ તેને લાંબા સમયથી ટોર્ચર કરે છે. તેણે બોલિવૂડમાં નામ કમાવવા માટે તેનો ઉપયોગ કર્યો છે. તેની પાસે જેટલા પણ પૈસા હતા, બધા જ લઈ લીધાય. આ સાથે જ રાખીએ દાવો કર્યો હતો કે આદિલે તેને એમ કહ્યું હતું કે તે હવે તેની પ્રેમિકા તનુ સાથે રહે છે.

રાખી-આદિલે કોર્ટ મેરેજ કર્યા
રાખી તથા આદિલે સાત મહિના પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. આદિલ કર્ણાટકનો છે અને તેનો કારનો બિઝનેસ છે. આદિલે રાખી સાથે મળીને ડાન્સ એકેડેમી ખોલી છે.​​​​​​​

રાખી સાવંતે મુસ્લિમ ધર્મ અપનાવ્યો
રાખીએ સો.મીડિયામાં લગ્નની તસવીરો ને વીડિયો શૅર કરીને તેણે કોર્ટ વેડિંગ તથા નિકાહ કર્યાની માહિતી આપી હતી. રાખીના મતે તેણે આદિલ સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજાને ત્રણ મહિના ડેટ કર્યાં હતાં અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. રાખીએ પ્રાઇવેટ સેરેમનીમાં મે, 2022ના રોજ આદિલ સાથે નિકાહ કર્યા હતા. તેણે પોતાનું નામ રાખી સાવંત ફાતિમા રાખ્યું છે. તેણે ઇસ્લામિક ધર્મ અનુસાર નિકાહ કર્યા છે અને ધર્મ પણ બદલ્યો છે. વેડિંગના વાઇરલ વીડિયોમાં રાખીએ પ્રિન્ટેડ લાલ-ગુલાબી શરારા પહેર્યો છે અને માથે દુપટ્ટો નાખ્યો છે. આદિલ કેઝ્યુઅલ લુક બ્લેક શર્ટ ને ડેનિમમાં છે. બંનેનાં ગળામાં વરમાળા છે અને બંને કેટલાક ડોક્યુમેન્ટ્સ સાઇન કરતાં જોવા મળ્યાં હતાં.

રાખીએ પહેલા લગ્ન રિતેશ સાથે કર્યા હતા
ઉલ્લેખનીય છે કે રાખીએ પહેલા લગ્ન રિતેશ સિંહ સાથે કર્યા હતા. બંને 'બિગ બોસ 15'માં એન્ટર પણ થયાં હતાં, પરંતુ ટૂંક સમયમાં બંને અલગ થઈ ગયાં હતાં. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાખીએ રિતેશથી અલગ થઈ હોવાની જાહેરાત કરી હતી. રાખીએ દાવો કર્યો હતો કે રિતેશ પહેલેથી જ પરિણીત હતો અને તેણે તેને છેતરી હતી.

29 જાન્યુઆરીના રોજ રાખીની માતાનું અવસાન
​​​​​​​
રાખીની માતાનું અવસાન 29 જાન્યુઆરીના રોજ થયું હતું. તે લાંબા સમયથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લેતા હતા. રાખીની માતાને કેન્સર તથા બ્રેન ટ્યૂમર હતું. રાખીએ સો.મીડિયામાં માતાને યાદ કરીને પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આજે મારા માથેથી માતાનો હાથ જતો રહ્યો, હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી.'

રાખીએ હાલમાં જ આક્ષેપ કર્યો હતો કે આદિલને કારણે તેની માતાનું અવસાન થયું છે. તેણે મરાઠી 'બિગ બોસ'માં ભાગ લેતા પહેલાં આદિલને માતાની સારવાર માટે 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ આદિલે તે પૈસા સારવારમાં ખર્ચ કર્યા નહીં અને તેથી જ તેની માતાનું અવસાન થયું.

 

adv

Related News

post
post
post
post
post
post
post