• Home
  • News
  • 'RRR'માં ધૂમ મચાવનાર રામચરણે 2 વર્ષ સુધી ડાયટ, હોમ વર્કઆઉટ કર્યું હતું; હવે ટ્રેનરે ફિટનેસનું રહસ્ય ખોલ્યું
post

રાકેશે કહ્યું હતું કે શરૂઆતમાં રામચરણ હેવી વર્કઆઉટ કરતો નહોતો પરંતુ વેટ ટ્રેનિંગ કરતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 11:22:31

મુંબઈ: 'RRR' 25 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મમાં રામચરણ તેજા, જુનિયર NTR, આલિયા ભટ્ટ તથા અજય દેવગન લીડ રોલમાં છે. ફિલ્મમાં રામચરણ તેજાની ફિટનેસના ચાહકો દીવાના થઈ ગયા છે. ફિલ્મમાં તે ફ્રીડમ ફાઇટર તથા પોલીસના રોલમાં જોવા મળ્યો છે. હાલમાં જ ફિટનેસ ટ્રેનર રાકેશ ઉડિયારે રામચરણના વર્કઆઉટ, ડાયટ અંગે વાત કરી હતી.

રાકેશ સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. તેણે આમિર ખાન, ફાતિમા સના શેખ, ઝહીર ઇકબાલ, પુલકિત સમ્રાટ, કુનાલ કપૂર, અમિત સાધ, વિકી કૌશલ, રિયા ચક્રવર્તી, સઇ માંજરેકર, દિયા મિર્ઝા, ડેઇઝી શાહ, સંગીતા બિજલાણી, અરબાઝ ખાન સહિત વિવિધ સેલેબ્સને ફિટનેસ ટ્રેનિંગ આપી છે.

2019માં 'RRR' પ્રોજેક્ટ મળ્યો
મીડિયા ઇન્ટરવ્યૂમાં રાકેશે કહ્યું હતું કે 2019માં તેને એસ એસ રાજમૌલિ તથા રામચરણે એક પ્રોજેક્ટ અંગે વાત કરવા બોલાવ્યો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે એક ફિલ્મ છે અને તેમાં રામચરણ પોલીસ તથા ફ્રીડમ ફાઇટરના રોલમાં જોવા મળશે. સમય ઓછો છે અને રામચરણને તે કેરેક્ટર પ્રમાણે ઢાળવાનો છે.

તે સમયે રામચરણ અન્ય ફિલ્મમાં વ્યસ્ત હતો
વધુમાં રાકેશે કહ્યું હતું કે તે સમયે રામચરણ અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો અને આ ફિલ્મમાં તે સામાન્ય યુવકના રોલમાં હતો. આથી જ તેમણે પહેલાં ફ્રીડમ ફાઇટરના સીન પહેલાં શૂટ કરવાનું નક્કી કર્યું. આ માટે તેને 3-4 મહિનાનો સમય મળ્યો હતો. ફિલ્મમાં ધનુષ-બાણનો જે સીન આવે છે તેમાં રામચરણનું જે ફિઝિક જોવા મળે છે, તે માત્ર 3-4 મહિનાની મહેનતનું પરિણામ છે. આ સીન શૂટ થયા બાદ પોલીસના રોલ પર મહેનત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, પછી લૉકડાઉન આવી ગયું. તે મુંબઈમાં હતો અને રામચરણ હૈદરાબાદમાં હતો.

ઓનલાઇન ટ્રેનિંગ આપી
લૉકડાઉન હોવાને કારણે રાકેશે રામચરણને ઓનલાઇન ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું. ફિલ્મમાં રામચરણના બોક્સિંગ સીન પણ છે. અનલૉક થતાં જ ફરીથી હેવી એક્સર્સાઇઝ કરવાનું શરૂ કર્યું હતું. માર્ચ, 2021માં ફાઇનલ શૂટ કરવામાં આવ્યું હતું.

રામચરણ 2 વર્ષ સુધી ડાયટ પર રહ્યો
રાકેશે કહ્યું હતું કે લૉકડાઉન થયું ત્યારે રામચરણને પોલીસના કેરેક્ટર જેવી બૉડી બનાવવાની હતી. તે શૅપમાં આવી ચૂક્યો હતો, પરંતુ કોરોનાને કારણે શૂટિંગ બંધ થઈ ગયું હતું. આથી જ રામચરણે બૉડી મેઇનટેઇન રાખવા માટે ડાયટ તથા વર્કઆઉટ ચાલુ રાખ્યું હતું. જો તે આમ ના કરે તો બૉડી શૅપ બગડી જાય તેમ હતો. આ જ કારણે રામચરણે બે વર્ષ સુધી ડાયટ છોડ્યું નહીં. તેણે ચીટ ડે પણ લીધો નહોતો. તે ઘરે વર્કઆઉટ કરતો હતો. જ્યાં સુધી ફિલ્મનું શૂટિંગ પૂરું ના થયું ત્યાં સુધી તેણે ડાયટ ફોલો કર્યું હતું.

ફ્રીડમફાઇટરનો લુક વેજ ડાયટથી મેળવ્યો
રાકેશે વાત આગળ વધારતા કહ્યું હતું કે જે સમયે ફ્રીડમ ફાઇટરના કેરેક્ટરની તૈયારી કરતા હતા તે સમયે રામચરણ પોતાની ધાર્મિક માન્યતાને કારણે થોડાં મહિના વેજ ડાયટ લેતો હતો. આથી જ તેની બૉડી શૅપમાં લાવવા માટે ન્યૂટ્રિશન વધારવાની જરૂર હતી. લો કાર્બ, લો ફેટ તથા હાઇ પ્રોટીન ડાયટ ફોલો કર્યું હતું, કારણ કે તે વેજ ડાયટ પર હતો અને પ્રોટીન મેઇનટેઇન કરવા માટે આ ડાયટ શરૂ કરવામાં આવ્યું હતું.

દર બે-અઢી કલાકે જમતો હતો
રાકેશે કહ્યું હતું કે રામચરણ દિવસમાં દર બે-અઢી કલાકે જમતો હતો. જમવામાં તે પ્રોટીન વધુ લેતો હતો.

સવારે 8 વાગે
50
ગ્રામ ઓટ્સ અથવા ક્વિનોઆ ઉપમા
અડધો સ્કૂપ પ્રોટીન શેક
100
ગ્રામ પપૈયું અથવા પાઇનેપલ અથવા દ્રાક્ષ

સવારે 10.30 વાગે
80
ગ્રામ પપૈયું અથવા મિક્સ બેરી
અડધો સ્કૂપ પ્રોટીન શેક

બપોરે 12.30 વાગે
1
ટોસ્ટ
90
ગ્રામ પનીર
2
ટેબલ સ્પૂન દહીં
ફૂદીનાની લીલી ચટણી

 

બપોરે 2.30 વાગે
50
ગ્રામ ઉપમા
50
ગ્રામ બોઇલ્ડ શાકભાજી
1
ચમચી તેલ
CLA 2000
મિલીગ્રામ
ઓમેગા 369
ઝિંક, મેગ્નેશિયમ
વિટામિન C 1000 મિલીગ્રામ
વિટામિન E 400 મિલીગ્રામ

સાંજે 4.30 વાગે
100
ગ્રામ શાકભાજીનો સૂપ
80
ગ્રામ ટોફૂ
2
ટેબલ સ્પૂન દહીં
ફૂદીનાની ચટણી

સાંજે 6.30 વાગે
25
ગ્રામ બદામ, અખરોટ તથા સિંગ

રાત્રે 8.30 વાગે
80
ગ્રામ બોઇલ્ડ શાકભાજી
100
ગ્રામ દાળ
1
ટોસ્ટ

રાત્રે 10 વાગે
100
ગ્રામ સૂપ અને ટોસ્ટ
અથવા
90
ગ્રામ પનીર, 2 ટેબલ સ્પૂન દહીં, 1 ટોસ્ટ, ફૂદીનાની ચટણી
CLA 2000
મિલીગ્રામ
ઓમેગા 369
ઝિંક, મેગ્નેશિયમ
વિટામિન C 1000 મિલીગ્રામ
વિટામિન E 400 મિલીગ્રામ

રાત્રે 11 વાગે
100
ગ્રામ પપૈયું
દહીં

વર્કઆઉટમાં શું કરતો હતો?
રાકેશે કહ્યું હતું કે શરૂઆતમાં રામચરણ હેવી વર્કઆઉટ કરતો નહોતો. વેટ ટ્રેનિંગ કરતો હતો. લૉકડાઉનમાં ઘરે જ વર્કઆઉટ કરતો હતો. અનલૉક થતાં જ હેવી વેટ ટ્રેનિંગ શરૂ કરી હતી. વેટ ટ્રેનિંગની સાથે ફંક્શનલ ટ્રેનિંગ પણ કરતો, આનાથી મસલ્સ ટોન થતાં તથા ફેટ બર્ન થતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post