• Home
  • News
  • 20 વકીલોની ટીમ અયોધ્યામાં રામજન્મભૂમિમાં પૂજા બાદ ભગવાનને સોંપશે ચુકાદાની કોપી
post

હિન્દુ પક્ષના વકીલોની ટીમ રામલલા વિરાજમાનને સુપ્રીમ કોર્ટ ચુકાદાની કોપી સોંપવા માટે 23 નવેમ્બરે અયોધ્યા જશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-20 12:42:47

હિન્દુ પક્ષના વકીલોની ટીમ રામલલા વિરાજમાનને સુપ્રીમ કોર્ટ ચુકાદાની કોપી સોંપવા માટે 23 નવેમ્બરે અયોધ્યા જશે. એડવોકેટ ભક્તિવર્ધન સિંહે કહ્યું કે વરિષ્ઠ વકીલ કેશવ પરાસરનના નેતૃત્વમાં 20 વકીલોની ટીમ અયોધ્યા જનાર છે. પ્રથમ વાર હિન્દુ પક્ષના વકીલોની ટીમ અયોધ્યા જઈ રહી છે. હિન્દુ પક્ષના પ્રવક્તા વિષ્ણિશંકર જૈને જણાવ્યું કે અયોધ્યામાં રામલલાની પૂજા બાદ તેમને સુપ્રીમ કોર્ટના ચુકાદાની કોંપી સોપવામાં આવશે.

વિષ્ણુશંકર મુસ્લિમ પક્ષ દ્વારા રિવ્યૂ પિટીશન લગાવવા અંગે કહ્યું કે, અમે પણ પુનર્વિચાર અરજી પર વિચાર કરી રહ્યા છે. અમારો સવાલ છે કે 5 એકર જમીન શા માટે આપવામાં આવી રહી છે? જ્યારે રામ મંદિરને તોડીને ઢાંચો બનાવવામાં આવ્યો હતો. પુનર્વિચાર અરજી પર અમે પણ કાયદાની લડાઈ માટે તૈયાર છીએ. 5 એકર જમીન આપવાનો વિરોધ કરીશું.

વિષ્ણુશંકરે કહ્યું- અયોધ્યા મામલામાં ક્યાય 2.77 એકરનો ઉલ્લેખ નથી. લોકો આમ કહી રહ્યાં છે તો એ ખોટું છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એ સ્પષ્ટ થાય છે કે મામલો માત્ર 1500 સ્કેવેર યાર્ડ જમીનનો હતો. આ જમીનમાંથી હાઈકોર્ટ ત્રણ ભાગ કર્યા હતા અને આજ હિસ્સાની લડાઈ આપણે સુપ્રીમ કોર્ટમાં લડી રહ્યાં હતા. 2.77 એકરની વાત તો કલ્યાણ સિંહે કહી હતી, જે અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. રામલલાની આસપાસની 68 એકર જમીન પણ મળી છે, કારણ કે આ નિર્ણય પહેલેથી થઈ ગયો હતો કે જેની પાસે 1500 સ્કેવર યાર્ડ જમીન રહેશે, તે 68 એકરનો પણ માલિક હશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post