• Home
  • News
  • વિરાટ કોહલીએ જેને ટીમની બહાર કર્યો તેણે ફટકાર્યા 93 ચોગ્ગા અને 17 સિક્સર
post

સરફરાઝે રણજી ટ્રોફીમાં પોતાના ખુબ જ શાનદાર પ્રદર્શનથી તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 10:51:57

વિરાટ કોહલીની આગેવાનીમાં હાલમાં ભારતીય ખેલાડીઓની ફિટનેસ ખુબ શાનદાર છે. ગત કેટલીક મેચોને છોડી દેવામાં આવે તો ભારતીય ટીમે ફિલ્ડીંગ વિભાગમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ રીતે વિરાટ કોહલીને ફિટનેસને લઇ ખુબ જાગ્રૃત માનવામાં આવે છે. પછી ભલે તે ભારતીય ટીમ હોય કે ઇન્ડિયન પ્રીમિયર લીગની રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, વિરાટ કોહલી ક્રિકેટના પહેલુંને લઇ કોઇ લાપરવાહી કરતો નથી. આજ કારણ છે કે તેણે આરસીબીની ટીમમાં સામેલ સરફરાઝ ખાનની ફિટનેસ ફિટ હોવાના કારણે ટીમની બહાર કરી દીધો હતો. પરંતુ હવે સરફરાઝે રણજી ટ્રોફીમાં પોતાના ખુબ શાનદાર પ્રદર્શનથી તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. સરફરાઝે બુધવારે મધ્યપ્રદેશ વિરૂદ્ધ મુંબઇ માટે પ્રથમ ઇનિંગમાં અણનમ 169 રન બનાવ્યા છે ત્યાં ગત ચાર મેચોમાં તેની ત્રીજી સદી છે. ત્રણ સદીમાં એક ત્રેવડી સદી અને એક બેવડી સદી પણ સામેલ છે.

સરફરાજ ખાને તાજેતરની રણજી ટ્રોફીમાં કુલ મેચ રમી છે. સરફરાજે કર્ણાટક વિરૂદ્ધ 20 બોલમાં 8 રન અને તમિલનાડુ વિરૂદ્ધ 39 બોલમાં 36 રનની ઇનિંગ રમી છે. ઉત્તર પ્રદેશ વિરૂદ્ધ 391 બોલમાં અણનમ 301 રન અને બિમાચલ પ્રદેશ વિરૂદ્ધ 213 બોલમાં 226 રન બનાવ્યા હતાં. સિવાય તેણે સૌરાષ્ટ્ર વિરૂદ્ધ પ્રથમ ઇનિંગમાં 126 બોલમાં 78 રન અને બીજી ઇનિંગમાં 32 બોલમા 25 રન બનાવ્યા. પછી તેણે હવે મધ્યપ્રદેશ વિરૂદ્ધ પ્રથમ ઇનિંગમાં 204 બોલમાં 169 રન બનાવી લીધા છે. પ્રકારે સરફરાઝે મેચોમાં કુલ 1025 બોલમાં 843 રન બનાવી લીધા છે. જેમાં 99 ફોર અને 19 સિક્સર સામેલ છે.


પરંતુ રસપ્રદ વાત છે કે, મેચોમાં શરૂઆતની બંન્ને મેચમાં સરફરાઝ ખાનનું બેટ કંઇ ખાસ કમાલ કર્યો નહી. તેના પછી ચાર મેચોમાં તેણે 966 બોલમાં 799 રન બનાવી નાંખ્યા. જેમા એક ત્રેવડી સદી અને એક બેવડી સદી સામેલ છે. દરમિયાન સરફરાઝે 93 ચોગ્ગા અને 17 સિક્સર ફટકારી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post