• Home
  • News
  • રણવીર સિંહે ફી વધારી, રોહિત શેટ્ટીની ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા, રોજ 66 લાખ રૂપિયા કમાય છે
post

2019ના ફોર્બ્સ લિસ્ટ મુજબ રણવીર સિંહ વાર્ષિક 118 કરોડ રૂપિયા કમાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 12:09:55

'સિમ્બા' અને 'સૂર્યવંશી' બાદ રણવીર સિંહ ફરી એકવાર રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'સર્કસ'માં કામ કરી રહ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ માટે તેણે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. રિપોર્ટમાં એવી આશા પણ જતાવવામાં આવી છે કે રણબીર તેની દરેક સફળ ફિલ્મ બાદ ફીમાં વધારો કરશે.

રોજના 66 લાખ રૂપિયા વસૂલે છે?
બોલિવૂડ હંગામાએ તેના રિપોર્ટમાં લખ્યું છે કે રણબીર આ ફિલ્મ માટે 75 દિવસ સુધી શૂટિંગ કરશે. આ મુજબ તે રોજના લગભગ 66 લાખ રૂપિયા વસૂલ કરી રહ્યો છે, જેનાથી તે આજના સમયના સૌથી વધુ ફી લેનારા એક્ટર્સના લિસ્ટમાં સામેલ થાય છે.

વાર્ષિક આવક 100 કરોડ રૂપિયાથી વધુ
2019
ના ફોર્બ્સ લિસ્ટ મુજબ રણવીર સિંહ વાર્ષિક 118 કરોડ રૂપિયા કમાય છે. ભારતના 100 સૌથી વધુ કમાણી કરનારા સેલેબ્સના લિસ્ટમાં તે 7મા નંબર પર હતો. જ્યારે 2018માં તે 8મા સ્થાન પર હતો. જોકે, 2020માં કોરોનાને લીધે તેની એકપણ ફિલ્મ રિલીઝ થઇ શકી નહીં.

માર્ચમાં 'સર્કસ'નું શૂટિંગ પૂરું થઇ જશે
'
સર્કસ'નું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર તેને માર્ચ સુધીમાં પૂરું કરીને પોસ્ટ પ્રોડક્શનનું કામ કરશે. ફિલ્મ પિરિયડ ડ્રામા છે માટે તેનું મોટાભાગનું શૂટિંગ સ્ટુડિયોમાં થયું છે. રણવીર સિંહ ફિલ્મમાં ડબલ રોલમાં છે. તેની અન્ય ફિલ્મોમાં '83' અને 'જયેશભાઇ જોરદાર' સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post