• Home
  • News
  • રેપર રફ્તાર લગ્નના છ વર્ષ બાદ પત્ની કોમલથી અલગ થશે, 5 વર્ષના ડેટિંગ બાદ 2016માં લગ્ન કર્યાં હતાં
post

રફ્તાર તથા કોમલે એકબીજાને સો.મીડિયામાં અનફોલો કરી દીધા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 16:23:51

મુંબઈ: બોલિવૂડ રેપર રફ્તાર લગ્નના છ વર્ષ બાદ પત્ની કોમલ વોહરાને ડિવોર્સ આપશે. બંને છેલ્લાં ઘણાં સમયથી અલગ રહે છે. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેએ 2020માં ડિવોર્સ ફાઇલ કર્યા હતા, પરંતુ કોરોનાને કારણે આ કેસની સુનાવણી થઈ શકી નહોતી. રફ્તાર તથા કોમલે 2016માં લગ્ન કર્યાં હતાં.

પાંચ વર્ષના ડેટિંગ બાદ લગ્ન
કપલના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે રફ્તાર તથા કોમલ પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. કોર્ટ કેસની સુનાવણી કોરોનાને કારણે થઈ શકી નહોતી અને હવે બંને છ ઓક્ટોબર, 2022ના રોજ ડિવોર્સ પેપર પર સાઇન કરશે.

કોમલ તથા રફ્તારના જીવનમાં લગ્ન બાદ જ અડચણો આવવાની શરૂ થઈ ગઈ હતી. બંનેની પહેલી મુલાકાત 2011માં થઈ હતી. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ 2016માં લગ્ન કર્યા હતા.

ભાઈએ કન્ફર્મ કર્યું
કોમલ વોહરા ઇન્ટીરિયર ડિઝાઇનર છે. એક્ટર કરન તથા કુનાલ વોહરાની બહેન છે. તેમણે બહેનના ડિવોર્સની પુષ્ટિ કરી છે. રફ્તાર તથા કોમલે એકબીજાને સો.મીડિયામાં અનફોલો કરી દીધા છે.

રફ્તારનો જન્મ નવેમ્બર, 1988માં દિલ્હીમાં મલયાલમ પરિવારમાં થયો હતો. 2008માં રફ્તારે કરિયરની શરૂઆત કરી હતી. તેણે લિટલ ગોલુ તથા ઈક્કા સાથે સોંગ્સ રેકોર્ડ કર્યા હતા અને સો.મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યા હતા. ત્યારબાદ તેણે યો યો હની સિંહ સાથે કામ કર્યું હતું. રફ્તારે 2013માં 'તમંચે પે ડિસ્કો' સોંગથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ગીત સુપરહિટ રહ્યું હતું. રફ્તારે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'જનહિત મેં જારી'નું ટાઇટલ ટ્રેક ગાયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post