• Home
  • News
  • 'પુષ્પા' હિટ જતાં જ રશ્મિકા મંદાનાએ ફીમાં 50%નો વધારો કર્યો, મેકર્સ માની પણ ગયા
post

અલ્લુ અર્જુન બાદ રશ્મિકાએ ફી વધારાની ડિમાન્ડ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-10 11:15:53

મુંબઈ: સાઉથ ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ પાર્ટ 1' બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન તથા રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ જતાં જ ફિલ્મના લીડ એક્ટર્સે ફીમાં વધારો કર્યો છે.

રશ્મિકાએ ફીમાં 50% વધારો કર્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રશ્મિકા મંદાનાએ આ ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા ફી મળી હતી. ફિલ્મના બીજા ભાગ માટે રશ્મિકાને 3 કરોડ રૂપિયા મળશે. એટલે કે રશ્મિકાને ફિલ્મના બીજા ભાગ માટે 50% ફી વધારો મળ્યો છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ રશ્મિકાને આટલી ફી આપવા તૈયાર પણ થઈ ગયા છે.

અલ્લુ અર્જુને પણ વધુ ફી માગી
અલ્લુ અર્જુનને આ ફિલ્મ માટે 30-32 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા છે. અલ્લુ અર્જુને પણ ફિલ્મના બીજા ભાગ માટે ફીમાં વધારો માગ્યો છે.

ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ
સુકુમારે ડિરેક્ટ કરેલી 'પુષ્પા' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. જોકે, સાઉથમાં હજી પણ થિયેટરમાં ચાહકો આ ફિલ્મ જોવા થઈ રહ્યા છે. ફિલ્મના કલાકારોની એક્ટિંગના ઘણાં જ વખાણ કરવામાં આવી રહ્યા છે.

ફેબ્રુઆરીમાં કામ શરૂ થશે
સૂત્રોના જણાવ્યા પ્રમામે, ડિરેક્ટર સુકુમાર આ ફિલ્મના બીજા ભાગ પર ફેબ્રુઆરીમાં કામ શરૂ કરશે. તેમણે ફિલ્મના બીજા ભાગનો કેટલોક પોર્શન શૂટ કર્યો છે, પરંતુ તે ફરીવાર શૂટ કરવામાં આવશે. તેઓ આખી ફિલ્મ શૂટ કરશે અને કામ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ફિલ્મ આવતા વર્ષે 16 ડિસેમ્બરે રજૂ થશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ પાર્ટ 1' 2021માં 17 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post