• Home
  • News
  • રવીનાએ ચાહકની દીવાનગીનો ઘટસ્ફોટ કર્યો:કહ્યું, 'એક વ્યક્તિ લોહીથી લખેલો પત્ર ને અશ્લીલ તસવીરો મોકલતો'
post

1995માં રવીનાએ પૂજા તથા છાયા એમ બે દીકરીઓ દત્તક લીધી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 18:23:39

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના ચાહકની દીવાનગી અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેનો એક ચાહક તેના બાળકોને પોતાના માનતો હતો. તે એવું જ સમજતો હતો કે તેના લગ્ન રવીના સાથે થઈ ચૂક્યા છે. આ સાથે જ એક્ટ્રેસે એમ પણ કહ્યું હતું કે તે ચાહક તેને લોહીથી ભરેલી શીશીઓ પણ મોકલતો હતો.

રવીનાને લોહીથી પત્ર લખતો
રવીનાએ ઇ-ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'ગોવાનો એક ફૅન હતો. તેના મનમાં એવું હતું કે મેં તેની સાથે લગ્ન કરી લીધા છે. મારા બાળકો તેના છે. તે પોતાના લોહીથી ભરેલી શીશીઓ મને કુરિયર કરતો હતો. આ સાથે જ તે લોહીથી પત્ર લખતો અને અશ્લીલ તસવીરો પણ મોકલતો હતો.'

રવીનાએ પોલીસ પ્રોટેક્શનની માગણી કરી હતી
રવીનાએ વધુમાં કહ્યું હતું, 'એવો જ એક બીજો ચાહક હતો. તે મારા ઘરના દરવાજા આગળ બેસી રહેતો. એકવાર મારા પતિ અનિલ થડાનીની કાર પર પથ્થરથી હુમલો કર્યો હતો. તે સમયે અમે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસ પ્રોટેક્શનની માગણી કરી હતી.' વધુમાં રવીનાએ કહ્યું હતું કે તેને આવા લોકોથી ઘણો જ ડર લાગતો હતો.

KGF 2માં જોવા મળી હતી
રવીના છેલ્લે 'KGF 2'માં જોવા મળી હતી. હવે તે 'ઘુડચડી'માં જોવા મળશે.

રવીનાના પિતા જાણીતા ફિલ્મમેકર હતા
રવીનાનો જન્મ 26 ઓક્ટોબર, 1972માં થયો હતો. રવીનાના પિતા રવિ ટંડન જાણીતા ફિલ્મમેકર હતા. રવીનાને ભાઈ રાજીવ ટંડન છે. રવીનાએ 1991માં ફિલ્મ 'પથ્થર કે ફૂલ'થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બાદ રવીના 'દિલવાલે', 'મોહરા', 'ખિલાડીઓ કા ખિલાડી', 'જિદ્દી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. 1995માં રવીનાએ પૂજા તથા છાયા એમ બે દીકરીઓ દત્તક લીધી હતી. રવીનાના સંબંધો અક્ષય કુમાર સાથે હતા અને બંને લગ્ન કરવાના હતા. જોકે, અક્ષય કુમારે રવીના સાથે દગો કર્યો હતો. 2003માં રવીનાએ પોતાની ફિલ્મ 'સ્ટપ્ડ'ના ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાનીને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બંનેએ 2004માં ઉદયપુરમાં પંજાબી રીત રિવાજથી લગ્ન કર્યા હતા. રવીનાને દીકરી સાશા તથા દીકરો રણબીરવર્ધન છે.

adv

Related News

post
post
post
post
post
post
post