• Home
  • News
  • રવીના ટંડનના પિતા રવિ ટંડનનું અવસાન, દીકરી રવીનાએ દીકરો બનીને અંતિમ સંસ્કારની તમામ વિધિઓ કરી
post

રવીનાએ એક લાગણીસભર પોસ્ટ શૅર કરીને કહ્યું કે, ‘પપ્પા, તમે હંમેશાં મારી સાથે જ રહેશો. હું કાયમ તમારી જેમ જ રહીશ. તમને ક્યારેય જવા નહીં દઉં. લવ યુ, પપ્પા.’

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 12:52:36

મુંબઈ: અભિનેત્રી રવીના ટંડનના પિતા અને જાણીતા દિગ્દર્શક રવિ ટંડનનું શુક્રવારે અવસાન થયું. મળતી માહિતી પ્રમાણે રવિ ટંડન ઉંમર સંબંધી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના અવસાનના સમાચાર તેમની દીકરી રવીનાએ જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ થકી સૌને આપ્યા. નોંધપાત્ર વાત એ છે કે પિતાની અંતિમક્રિયાની તમામ વિધિઓ ખુદ રવીના ટંડને જ પૂર્ણ કરી હતી.

રવીનાએ ઇમોશનલ પોસ્ટ શૅર કરી
રવીનાએ એક લાગણીસભર પોસ્ટ શૅર કરીને કહ્યું કે, ‘પપ્પા, તમે હંમેશાં મારી સાથે જ રહેશો. હું કાયમ તમારી જેમ જ રહીશ. તમને ક્યારેય જવા નહીં દઉં. લવ યુ, પપ્પા.

રવિ ટંડનની કારકિર્દી
રવિ ટંડનનો જન્મ 17 ફેબ્રુઆરી, 1935ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં એક પંજાબી પરિવારમાં થયેલો. તેઓ બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા. તેમણે પોતાની કરિયરમાં નઝરાના’, ‘મુકદ્દર’, ‘મજબૂર’, ‘ખેલ ખેલ મેં’, ‘અનહોની’, ‘ખુદ્દાર’, ‘ઝિંદગીજેવી હિટ ફિલ્મો બનાવી. રવિ ટંડને વીણા ટંડન સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે સંતાન છે, જેમાં એક રાજીવ ટંડન, એક્ટર છે. જ્યારે દીકરી રવીના ટંડન જે બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે.

adv

Related News

post
post
post
post
post
post
post