• Home
  • News
  • રવિચંદ્રન અશ્વિન કોરોનાથી સંક્રમિત થયા, શું ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી શકશે?
post

રવિચંદ્રન અશ્વિન કોરોના પ્રોટોકોલના તમામ નિયમોનું પાલન કર્યા બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 11:57:37

મુંબઈ: સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. કોવિડ-19 પોઝિટિવ હોવાના કારણે અશ્વિન ભારતીય ટીમ સાથે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરી શક્યો નથી. ટીમ ઈન્ડિયા 16 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થઈ હતી. અશ્વિન હાલ ક્વોરેન્ટાઈનમાં છે. ભારતીય ટીમે લિસેસ્ટરશાયર કાઉન્ટી ગ્રાઉન્ડ પર પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જ્યાં તે 24 જૂનથી 4 દિવસની વોર્મ-અપ મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 01 જુલાઈથી એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે.

રવિચંદ્રન અશ્વિન કોરોના પ્રોટોકોલના તમામ નિયમોનું પાલન કર્યા બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. વિરાટ કોહલી સહિત  ચેતેશ્વર પૂજારા સાથે અનેક ખેલાડીઓ 16 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થયા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા એક દિવસ બાદ ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયા હતા. રિષભ પંત અને શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકા સામે T20I શ્રેણી રમ્યા બાદ સોમવારે (20 જૂન) વહેલી સવારે યુકે જવા રવાના થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post