• Home
  • News
  • રવિના ટંડનની ટિપ્પણી:જૂનાં ગીતો પર ડાન્સ કરતા જવાનોનો વીડિયો શેર કરી લખ્યું - ગાંધીધામના એ 3 પોલીસકર્મીની સજા માફ કરાય
post

ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડના બનાવમાં મિશ્ર પ્રત્યાઘાત

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-24 11:01:59

પૂર્વ કચ્છના કારમાં સંગીતની મોજ લેતા પોલીસ કર્મીઓનો વીડિયો વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપીએ આ ત્રણે કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આ નિર્ણય બાદ આ મુદ્દે દેશભરમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે જેમાં ગણતંત્ર દિનની ઉજવણીમાં જુના હિન્દી ગીત પર ડાન્સ કરી રહેલા એરફોર્સના જવાનોનો વિડીયો શેર કરી પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને ગાંધીધામના આ ત્રણ પોલીસ કર્મીની સજા માફ કરાય તેવી ટીપ્પણી કરી છે.

સોશિયલ મીડિયા પર લાગણી વ્યક્ત કરી કચ્છના એ સસ્પેન્ડ કરાયેલા ત્રણ પોલીસ કર્મીઓની સજા પણ માફ કરવી જોઇએ તેવી ટીપ્પણી કરી છે. ગઇકાલે છત્તીસગઢના આઇપીએસ અને ટ્રાન્પોર્ટ કમિશ્નરદિપાંશુ કાબરાએ આ બાબતે કરેલી ટીપ્પણી બાદ બોલિવુડની પીઢ અભિનેત્રી રવિના ટંડને આજે ગણતંત્ર દિનની ઉજવણીની પૂર્વ તૈયારી બાદ જૂનાં હિન્દી ગીતોના બેન્ડ પર ડાન્સ કરતાં એરફોર્સ જવાનોની એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી જણાવ્યું હતું કે, તેમને જવા દ્યો, તે પણ માણસ છે, જવાનો છે. ઈચ્છું છું કે કચ્છમાં સસ્પેન્ડ થયેલાં જવાનોને ફરી તેવું નહીં કરવાની સૂચના આપી જવા દેવાય.

આપણા જવાનોને પણ હળવા થવાની જરૂર પડતી હોય છેઅત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મિડીયામાં આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનું કારણ બની રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post