• Home
  • News
  • વધુ એક બેન્ક પર RBIની તવાઇ, ગ્રાહક 6 મહિનામાં ઉપાડી શકશે ફક્ત 1000 રૂપિયા
post

નબળી આર્થિક સ્થિતિને કારણે આરબીઆઈએ (RBI) આ સહકારી બેન્ક પર પ્રતિબંધ લાદ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 19:22:16

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ કર્ણાટકની ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેન્ક (karnataka based deccan urban-cooperative bank) પર બિઝનેસ કરવા માટે પ્રતિબંધ લાદ્યો છે. આ પછી, બેન્ક હવે નવી લોન આપી શકશે નહી અથવા કોઈ પણ પ્રકારની નવી ડિપોઝિટ સ્વીકારી શકશે નહી.

મહિનાનો પ્રતિબંધ, લાઇસન્સ રદ કરાયું નથી
નબળી આર્થિક સ્થિતિને કારણે આરબીઆઈએ (RBI) આ સહકારી બેન્ક પર પ્રતિબંધ લાદ્યો છે. બેન્ક 19 ફેબ્રુઆરી 2021 થી 6 મહિના માટે વ્યવસાય કરી શકશે નહી. આરબીઆઇએ (RBI) સ્પષ્ટતા કરી કે આ પ્રતિબંધનો અર્થ કોઈ પણ જગ્યાએથી બેન્કનું લાઇસન્સ રદ કરવાનો નથી. બેન્ક પ્રતિબંધો સાથે બેન્કિંગ સેવાઓ ચલાવી શકે છે. બેન્કની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની ધારણા છે. તે પછી બેન્કની સમીક્ષા કરવામાં આવશે.

નવુ રોકાણ કરી શકાશે નહીં

આટલું જ નહીં, આરબીઆઈએ તેની મંજૂરી વિના બેન્કને કોઈ નવું રોકાણ કરવા અથવા નવી જવાબદારી લેવાનો પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, 18 મી ફેબ્રુઆરીએ, બેન્કના સીઇઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, બેન્ક આરબીઆઈ દ્વારા મુક્તિ અપાયેલી કોઈપણ સંપત્તિનો નિકાલ કરી શકશે નહીં.

બેન્કની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે આરબીઆઈએ તેની તમામ બચત અને ચાલુ ખાતાના ગ્રાહકોને 6 મહિનામાં ફક્ત 1000 રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી હતી. જો કે, મધ્યસ્થ બેન્કે ગ્રાહકોને છ મહિનાની રોકડ રકમના સમયગાળા દરમિયાન ડિપોઝિટ સામેની લોન પરત કરવાની શરતી મંજૂરી આપી છે.

ડરવાની જરૂર નથી
જો કે, બેન્કના કામકાજ પર પ્રતિબંધ હોવા છતાં, 99.58% ગ્રાહકો માટે ડરવાનું કોઇ કારણ નથી. આરબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ ગ્રાહકોની થાપણ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)ને થાપણ પરના વીમાનો લાભ આપવામાં આવશે. આ વીમા હેઠળ ગ્રાહકને જમા કરાવવા પર 5 લાખ વીમા કવર મળે છે.

adv

Related News

post
post
post
post
post
post
post