• Home
  • News
  • બિચ્છુ ગેંગ પર પોલિસની લાલ આંખ:વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમના દરોડાથી અસલમ ઊભી પૂંછડિયે ભાગ્યો
post

કાયદાનો કોરડો વિંઝાતાં બોડિયાના પગ ધ્રૂજયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 10:29:16

ગુજસીટોકના કાયદા મુજબ અસલમ બોડીયા અને તેના સાગરીતો સામે ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે રાતથી ગુનેગારોને પકડવા દરોડા પાડયા હતા અને 12 જણાને ઝડપી લીધા હતા. પોલીસની કડક કાર્યવાહીની જાણ થતાં અસલમ બોડીયા સહિતના આરોપીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને અસલમ બોડીયો ઉભી પુછડીયે ભાગી છુટયો હતો અસલમના ખાસ સાગરીત અરુણ ખારવાને નવસારીથી પોલીસે પકડયો હતો. અરુણ ખારવો ઘડીયાળના કાંટે જુગાર રમાડતો હતો.

બિચ્છુ ગેંગના સાગરીતોએ માથું પછાડીને નાટક કર્યું
ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધાતા ગુંડાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બિચ્છુ ગેંગના 12 ગુંડાને પકડીને પોલીસ ભવન લવાયા ત્યારે બેથી ત્રણ આરોપીઓએ બુમાબુમ મચાવી પોતે નિર્દોષ હોવાનું જણાવી બૂમાબૂમ કરી માથા પછાડવાનું નાટક કર્યું હતું. આખરે પોલીસે તમામને કાબુમાં કરી લીધા હતા.

અત્યાર સુધી ગેંગમાં અસલમ બોડિયો સૌથી વધુ 9 વાર પાસા હેઠળ ધકેલાયો
બોડિયાને અત્યાર સુધી 9 વખત પાસામાં, અરુણ ખારવાને 3 વખત પાસામાં, તનવીર ઉર્ફે તન્નુ મલેકને 1 વખત પાસામાં, અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ શેખને 1 વખત પાસામાં, મુન્ના તરબુચને 5 વખત પાસામાં, ઇરફાન ઉર્ફે ખન્નાને 2 વખત પાસામાં, અતીક મલેકને 2 વખત પાસામાં, રમઝાન ઉર્ફે કાલીયાને 1 વખત પાસામાં તથા સુલતાન ઉર્ફે તાનને 1 વખત પાસામાં, ઇર્શાદઅલી ઉર્ફે ખલીને 1 વખત પાસામાં ધકેલવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post