• Home
  • News
  • દમદાર ડાયલોગ્સ સાથે રીલિઝ થયું 'Saina'નું Trailer, ફેન્સને પસંદ આવ્યો Parineeti Chopra નો અંદાજ
post

પરિણીતી ચોપડાની (Parineeti Chopra) પ્રખ્યાત ફિલ્મ 'સાઇના'નું (Saina) ટ્રેલર આવી ગયું છે. આ ટ્રેલર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) નિમિત્તે આવ્યું છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-09 11:19:12

નવી દિલ્હી: પરિણીતી ચોપડાની (Parineeti Chopra) પ્રખ્યાત ફિલ્મ 'સાઇના'નું (Saina) ટ્રેલર આવી ગયું છે. આ ટ્રેલર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) નિમિત્તે આવ્યું છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના ટીઝરમાં પહેલાથી ઘણા દમદાર ડાયલોગ્સ બોલાયા હતા, હવે ટ્રેલરમાં પણ ઘણા બધા ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ 'સાઇના'નું (Saina Film Trailer) આ ટ્રેલરને લોકો ખૂબ પસંદ આવી રહ્યું છે.

ટ્રેલર રિલીઝ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સાયનાનું ટ્રેલર (Saina Trailer) રિલીઝ કરવામાં આવ્યું છે. બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલની (Badminton Star Saina Nehwal) ભૂમિકામાં પરિણીતી ચોપડાનો (Parineeti Chopra) દમદાર અભિનય જોવા મળશે. ટ્રેલરની શરૂઆત સાઇનાની માતાના પાત્રમાં જોવા મળેલી 'મેઘના મલિક' થી થાય છે. મેઘના એકદમ હરિયાણવી એક્સેન્ટમાં નાની સાઈનાને બેડમિંટન સ્ટાર બનવાના સપના દેખાળતા ડાયલોગ બોલતી જોવા મળે છે. મેઘના મલિકની એક્ટિંગ પણ જોરદાર લાગે છે. પરિણીતી ચોપડા ઘણા દ્રશ્યોમાં સાયનાના રોલમાં હંમેશાની જેમ ચુલબુલીની જગ્યાએ એકદમ ભોળી જોવા મળી રહી છે. સાઈનાના કોચ ચુલેલા ગોપીચંદના રોલમાં માનવ કૌલ હંમેશાની જેમ ખૂબ જ આશાસ્પદ જોવા મળે છે.

આ ફિલ્મોમાં જોવા મળશે પરિણીતી
તમને જણાવી દઈએ કે, થિયેટરોમાં આ વર્ષે પરિણીતી ચોપડાની (Parineeti Chopra Films) આ બીજી રીલિઝ ફિલ્મ હશે. આ પહેલા પરિણીતી ચોપડા (Parineeti Chopra) 19 માર્ચે સિનેમાઘરોમાં રીલિઝ થનારી યશરાજ બેનર ફિલ્મ સંદીપ અને પિંકી ફરારમાં (Sandeep Aur Pinky Faraar) જોવા મળશે, જેમાં તે અર્જુન કપૂર (Arjun Kapoor) સાથે જોવા મળશે. આ વર્ષે તેની પહેલી ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન છે, જેને 26 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. પરિણીતી ચોપડા છેલ્લે 2019 માં સ્ક્રીન પર જોવા મળી હતી. અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ કેસરીમાં  (Kesari) તેણીની ખાસ ભૂમિકા હતી, જ્યારે તે સિદ્ધાર્થ મલ્હોત્રાની (Sidharth Malhotra) સાથે 'જબારીયા જોડી'માં (Jabariya Jodi) જોવા મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post