• Home
  • News
  • વોડા-આઈડિયા, એરટેલ પછી રિલાયન્સ જિયો પણ આગામી કેટલાક સપ્તાહમાં ટેરિફ કરશે વધારો
post

સોમવારે વોડા-આઈડિયા અને એરટેલ દ્વારા ટેલિફોન દર વધારવાણી જાહેરાત કરાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-20 13:22:04

નવી દિલ્હી: સોમવારે વોડા-આઈડિયા અને એરટેલ દ્વારા ટેલિફોન દર વધારવાણી જાહેરાત કરાઈ હતી. મંગળવારે રિલાયન્સ જિયોએ પણ દર વધારવાણી જાહેરાત કરી છે. જો કે જિયોએ જણાવ્યું છે કે દર વધવાથી ડેટાની ખપત પર કોઈ અસર નહીં થાય. ઉલ્લેખનીય છે કે વોડા-આઈડિયા અને એરટેલે ગયા સપ્તાહે જંગી ખોટ નોંધાવી હતી.

ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇના આંકડોઓ અનુસાર વોડાફોન-આઇડિયા અને એરટેલ એ સપ્ટેમ્બર મહિનમાં કુલ 49 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ ગુમાવ્યા હતા. બીજી તરફ રિલાયન્સ જિયોએ 69.83 લાખ નવા ગ્રાહક જોડ્યા હતા. આકડોઓ અનુસાર એરટેલ એ આ દરમિયાન 23.8 લાખ, વોડાફોન-આઇડિયા એ 25.7 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા. જેથી હવે એરટેલના ગ્રાહકોની સંખ્યા 32.55 કરોડ, જ્યારે વોડાફોન-આઇડિયાના ગ્રાહકની સંખ્યા 37.24 કરોડ પર આવી ગઇ છે. જ્યારે જિયોના ગ્રાહકોની સંખ્યા 35.52 કરોડ થઇ છે.

આ દરમિયાન સાર્વજનિક ક્ષેત્રની કંપની MTNLના 8,717 યુઝર્સ ઘટ્યા. તેના કુલ ગ્રાહકોની સંખ્યા 33.93 લાખ થઇ. તો BSNL પાસેથી 7.37 લાખ નવા ગ્રાહક જોડાયા, જેથી તેના યુઝર્સની સંખ્યા 11.69 કરોડ થઇ છે. ટેલિકોમ વિભાગે બધી કંપનીઓને સાર્વજનિક સંસ્થાઓ પર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શેર કરવાની મંજૂરી આપી છે. જેથી કોલ ડ્રોપમાં ઘટોડો અને મોબાઇલના ડેટા સ્પીડમાં વધારો થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post