• Home
  • News
  • મુકેશ અંબાણીની યોજના:રિલાયન્સ જિયો રૂપિયા 3000માં 5G સ્માર્ટફોન આપશે, 20 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ પર નજર
post

શરૂઆતમાં રૂપિયા 5 હજારથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ બનશે 5G સ્માર્ટફોન

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 10:43:27

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ટેલિકોમ ક્ષેત્રની પેટાકંપની રિલાયન્સ જીયો રૂપિયા 5 હજારથી ઓછી કિંમતનો 5G સ્માર્ટફોન લોંચ કરવાની યોજના ધરાવે છે. જ્યારે તેની માંગ વધશે જશે ત્યારે આ કિંમત ધીમે ધીમે રૂપિયા 2500થી 3000 રેન્જમાં કરી દેવામાં આવશે. કંપનીના એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે.
2G
નો ઉપયોગ કરનાર યુઝર્સ પર કંપનીની નજર છે
રિલાયન્સ જિયોના અધિકારીના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં કંપનીની નજર G2 ઉપયોગ કરનારા 20થી 30 કરોડ યુઝર્સ પર છે. શરૂઆતમાં રૂપિયા 5 હજારથી ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન રજૂ કરવાની યોજના છે. જ્યારે વેચાણ વધશે ત્યારે તેની કિંમત ઘટાડીને રૂપિયા 2,500થી 3000 પ્રતિ યુનિટ પ્રાઈઝ રેન્જમાં રાખવામાં આવશે.
જિયોએ દેશનો સૌથી પહેલો 4G મોબાઈલ ફોન રજૂ કર્યો હતો
રિલાયન્સ જિયો એ દેશમાં પ્રથમ 4G મોબાઈલ ફોન લોંચ કરનારી કંપની છે. આ મોબાઈલ ફોનને જિયો ફોન નામ આપવામાં આવ્યુ હતું. રૂપિયા 1,500 રિફન્ડેબલ ડિપોઝીટ કરવા પર જિયોના ગ્રાહકોને આ ફોન મફતમાં આપવામાં આવ્યો હતો. 43મી AGMમાં RILના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભારતને 2G મુક્ત કરવાનું આહવાન કર્યું હતું.

મુકેશ અંબાણી 35 કરોડ ફિચર ફોન યુઝર્સને વ્યાજબી કિંમતથી સ્માર્ટફોન આપવા ઈચ્છે છે
મુકેશ અંબાણીએ વર્તમાન સમયમાં 2G ફિચર ફોનનો ઉપયોગ કરી રહેલા 35 કરોડ યુઝર્સને વ્યાજબી કિંમતથી સ્માર્ટફોનમાં તબદિલ કરવા પર ભાર આપ્યો હતો. મુકેશ અંબાણીએ આ વાત એવા સમયે કહી છે કે જ્યારે ભારત 5G યુગમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.

રિલાયન્સ જિયો ગૂગલ સાથે મળી સસ્તા એન્ડ્રોઈડ ફોન તૈયાર કરશે
મુકેશ અંબાણીએ રૂપિયા 33,737 કરોડમાં જિયો પ્લેટફોર્મની 7.7 ટકા હિસ્સેદારી ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી ગૂગલને વેચવાની જાહેરાત અગાઉ કરી હતી. આ હિસ્સેદારી અંતર્ગત રિલાયન્સ જિયો ગૂગલ સાથે મળી સસ્તા એન્ડ્રોઈડ સ્માર્ટફોન તૈયાર કરશે. આ ઉપરાંત કંપની 5G નેટવર્કના ઉપકરણ તૈયાર કરી રહી છે. આ ઉપકરણોના ટેસ્ટિંગ માટે કંપનીએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ સમક્ષ સ્પેક્ટ્રમ આપવા માંગ કરી છે. કંપનીની યોજના 5G ઉપકરણોની નિકાસ કરવાની છે.

અત્યારે દેશમાં 5G સેવા નથી
અત્યારે દેશમાં 5G સેવા ઉપલબ્ધ નથી. સરકારે હજુ સુધી ટેલિકોમ ઓપરેટરને ફિલ્ડ ટ્રાયલ માટે 5G સ્પેક્ટ્રમની ફાળવણી કરી નથી. જોકે, વર્તમાન નાણાકીય વર્ષમાં ટ્રાયલ શરૂ થવાની શક્યતા છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે આગામી નાણાકીય વર્ષથી દેશમાં 5G સેવાનું વાણિજ્ય ધોરણે કામગીરી શરૂ થઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post