• Home
  • News
  • રિલાયન્સે અમેરિકાની સેંસહોક કંપનીને રૂ.255 કરોડમાં ટેકઓવર કરી
post

અમે રિન્યુએબ એનર્જી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા કામગીરી કરી રહ્યા છીએ અને વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ સોલાર એનર્જીનો અમારો લક્ષ્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-06 18:57:47

મુંબઇ:  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વૃદ્ધિ અને વિસ્તરણ માટે આક્રમક રણનીતિ અપનાવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકાની સોલાર એનર્જી કંપની સેંસહોકમાં 79.4 ટકા હિસ્સો 3.2 કરોડ ડોલર એટલે કે લગભગ રૂ. 255 કરોડમાં ખરીદ્યો છે. વર્ષ 2018માં અમેરિકાના કેલિફોર્નિયાની કંપની સેંસહોક સોફ્ટવેર આધારિત મેનેજમેન્ટ ટૂલ્સની ડેવલપર કંપની છે, જે ખાસ કરીને સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે કામગીરી કરી છે.   

રિલાયન્સના ચેરમેન એમડી મુકેશ અંબાણીએ કહ્યુ કે, અમે રિન્યુએબ એનર્જી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા કામગીરી કરી રહ્યા છીએ અને વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ સોલાર એનર્જીનો અમારો લક્ષ્ય છે. રિલાયન્સ જામનગર ખાતે ફૂલ ઇન્ટિગ્રેટેડ ન્યુ એનર્જી મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ સ્થાપવા રૂ. 75,000 કરોડનું રોકાણ કરી રહી છે. સેંસહોકના સહયોગથી અમારા સોલાર પ્રોજેક્ટની માટે સૌથી ઓછી લેવિશ્ટ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી (LCoE) આપવાનો ખર્ચ ઘટશે અને ઉત્પાદકતા વધશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post