• Home
  • News
  • એન્ટરટેઇનમેન્ટ, ડેટા શેરિંગ, ફોટો એડિટીંગ માટે ચીની એપ્સ પર નિર્ભર;ટિકટોક, UC બ્રાઉઝર, ઝૂમ બધુ જ ચાઈનીઝ
post

ભારતમાં ટિકટોકના આશરે 20 કરોડ યુઝર્સ છે, તે વિશ્વભરના 150 બજારમાં 39 ભાષામાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 09:38:05

નવી દિલ્હી: ગલવાન ઘાટી પર ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી ઝપાઝપી બાદ સોમવારે કેન્દ્ર સરકારે ચીન પર ડિજટલ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ એપ્સથી ભારતની સંપ્રભૂતા અને સુરક્ષાને જોખમ હોવાનું કહ્યું છે.


આ અગાઉ ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસેથી એક યાદી તૈયાર કરી કેન્દ્ર સરકારને આપવા અપીલ કરવામાં આવી હતી. જેથી તેમના પર પ્રતિબંધ મુકી શકાય અથવા લોકોને કહેવામાં આવે કે તેને તાત્કાલિક તેમના મોબાઈલ ફોનમાંથી હટાવવામાં આવે. એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ચીન ભારતીય ડેટા હેક કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં આ એપ્સના કરોડો યુઝર્સ છે. ચાલો જાણીએ ભારતમાં લોકપ્રિય અને સારો કારોબાર કરી રહેલી ચીનની આ એપ્સ વિશે...


1. ટિકટોક
ટિકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. કોઈ ભાગ્યે જ એવી વ્યક્તિ હશે કે જેણે આ એપનુ નામ નહીં સાંભળ્યું હોય. તે એક શોર્ટ વીડિયો, શેયરિંગ પ્લેટફોર્મ છે, જે એક મિનિટ સુધીના વીડિયો બનાવવા અને તેને લોકો સાથે શેર કરવાની અનુમતિ આપે છે. આ સંજોગોમાં અનેક લોકો પ્રોફેશનલી તો અનેક લોકો ફક્ત મનોરંજન માટે તેનો ઉપયોગ કરે છે. ટિકકોટ ભારત ઉપરાંત વિશ્વના 150 બજારોમાં આશરે 39 ભાષામાં ઉપલબ્ધ છે. વિશ્વમાં તેના આશરે 40 કરોડ એક્ટિવ યુઝર્સ છે. જેમાંથી આશરે 41 ટકા યુઝર્સ 16થી 24 વર્ષ વચ્ચેના છે.


2.પબજી મોબાઈલ 
પબજી મોબાઈલ એક પોપ્યુલર બેટરી રોયલ ગેમ છે અને તે ભારતમાં સૌથી પસંદગીની મોબાઈલ ગેમ કહેવામાં આવે તો કંઈ ખોટુ નથી. તેમા ચાર લોકો ટીમ બનાવીને સાથે રમી શકે છે. તેમા મલ્ટીપલ ગેમ મોડ્સ મળે છે. લોકડાઉન સમયે તે ખૂબ જ પસંદ કરવામાં આવી, કારણ કે તે ઘર ઘર પર મિત્રો સાથે રમી શકાય છે. તેને લીધે તેની ખૂબ જ મોટી માંગ રહી છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેના ટોપ-5 ગેમ્સમાં સ્થાન ધરાવે છે. વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પબજી મોબાઈલના 60 કરોડ ડાઉનલોડ અને 5 કરોડ એક્ટિવ યુઝર્સ હતા. સેન્સર ટાવરના અહેવાલ પ્રમાણે મે મહિનામાં પબજી મોબાઈલ 226 મિલિયન (આશરે 1.7 હજાર કરોડ રૂપિયા)ની આવક સાથે વિશ્વની સૌથી વધુ નફો કરતી મોબાઈલ ગેમ હતી.


3. UC બ્રાઉઝર 
નામથી ખબર પડી જાય કે તે એક મોબાઈલ બ્રાઉઝર છે. તે UCWeb દ્વારા ડેવલપ કરવામાં આવી છે, જેને ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબા દ્વારા હસ્તગત કરવામાં આવી છે. ગૂગલ ક્રોમ બાદ તે ભારતની સૌથી લોકપ્રિય બ્રાઉઝર પૈકી એક છે. સ્ટેટકાઉન્ટરના અહેવાલ પ્રમાણે ભારતના બ્રાઉઝર માર્કેટ શેરમાં 12.59 ટકા હિસ્સો છે. વર્ષ 2017માં UC બ્રાઉઝર પર ડેટા ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.


4. હેલ્લો
હેલો એક સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જેને જૂન 2018માં ચીનના સ્ટાર્ટઅપ કંપની બાઈટડાંસ રજૂ કરી હતી. હેલો એપ ભારતમાં બની શેરચેટ એપનું સક્સેસફુલ ચીની વર્જન છે. તે હિન્દી, તમિલ,મરાઠી, ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષામાં સપોર્ટ મળે છે.


5. શેર ઈટ
આ એક લોકપ્રિય ફાઈલ શેયરિંગ એપ છે, જે બે ડિવાઈસ વચ્ચે સરળતાથી ફાઈલ શેરિંગ કરવાની સુવિધા આપે છે. તેને ફોનથી કોમ્પ્યુટર વચ્ચે ફાઈલ શેર કરવા માટે પણ યુઝ કરી શકાય છે. જુલાઈ 2019માં આવેલા એક અહેવાલ પ્રમાણે કંપનીએ ભારતમાં વર્ષ 2015માં કામકાજ શરૂ કર્યું હતું. તેની ઓફિસ સિંગાપોરમાં છે. વર્ષ 2019માં વિશ્વભરમાં તેના 180 કરોડ યુઝર્સ છે, જ્યારે ભારત તથા ઈન્ડોનેશિયામાં 60 કરોડ કરતા વધારે યુઝર્સ છે. કંપની હવે શોર્ટ વીડિયો, મૂવી જેવી હાઈ ક્વોલિટી કન્ટેન્ટ પણ ઉપલબ્ધ કરાવે છે.


6. જેન્ડર
ફોટો, વીડિયો, એપ હોય કે પછી અન્ય ડોક્યુમેન્ટ, તેને એક બીજાને ટ્રાન્સફર કરવા માટે જેન્ડર એપનો ઉપયોગ કરવામાં આવે છે. તે પણ શેરઈટની માફક કામ કરે છે. તેમા યુઝર બેથી વધારે ડિવાઈસ પરસ્પર રીતે જોડી શકે છે. કંપનીની સ્થાપના વર્ષ 2011માં થઈ હતી અને વિશ્વમાં તેના 70 કરોડથી વધારે એક્ટિવ યુઝર્સ છે. તેને ફોન અને કોમ્પ્યુટર સાથે સ્માર્ટ ટીવી સાથે પણ જોડી શકાય છે.


7. બ્યુટી પ્લસ
સોશિયલ મીડિયા પર ખૂબ સુંદર દેખાવાની હોડ જામી છે. ત્યારે બ્યુટી પ્લસ એપનો ઉપયોગ કરવામાં આવે છે. ચીનના મેઈતુ કંપનીએ તેને ડેવલપ કરી છે. જેને બ્યુટી પ્લસ સહિત અનેક ફોટ એડિટ એપ્સ ભારતીય બજારમાં સક્રિય છે. બ્યુટી પ્લસ એક ફોટો એડિટર અને સેલ્ફી ફિલ્ટર એપ છે. તે યુઝ)રને ઈમેજ એડિટ કરવા, ફોટોમાં ઈફ્કેટ આપવા તથા સેલ્ફી લેવા સહિત અનેક ફિલ્ટર્સ ઉપયોગ કરવાની સુવિધા આપે છે.ભારત સહિત 15 દેશમાં તેના આશરે 1 કરોડથી વધારે યુઝર્સ હતા. મે,2019માં બ્યુટી પ્લસ એપના 50 કરોડથી વધારે યુઝરનો આંકડો પાર થઈ ગયો હતો.



8
કેમ સ્કેનર
આ ડોક્યુમેન્ટ સ્કેનિંગ એપ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તે ઈમેજ અને કોડ્યુમેન્ટ સ્કેન કરી પીડીએફ ફાઈલમાં કન્વર્ટ કરવાની સુવિધા આપે છે, જેને ગમે ગ્યા સરળતાથી મોકલી શકાય છે. તે સીસી ઈન્ટેલિજન્સ કોર્પોરેશને ડેવલપ કરી છે. તેના કેમ સ્કેનર, કેમ કાર્ડ સહિત અનેક પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે વિશ્વભરના 10 કરોડ કરતા વધારે લોકો તેના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. કેમસ્કેનર કેટલાક દિવસ અગાઉ વિવાદમાં હતું કે જ્યારે એક માલવેયરને લીધે પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવી હતી. એક અહેવાલ પ્રમાણે ભારતમાં તેના 10 કરોડ યુઝર્સ છે. આ એપ 200થી વધારે દેશોમાં 37 કરોડ ડિવાઈસમાં ડાઉનલોડ છે.


9. UVideo
આ એક લોકપ્રિય વીડિયો સ્ટેટ્સ એપ છે. તેમા યુઝર તેના ફોટા અને વીડિયોથી વીડિયો સ્ટેટસ બનાવી શકે છે. જેને સોશિયલ મીડિયા એપ જેવા કે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક સ્ટોરેજ બનાવી શકાય છે. તે યુઝરને સરળતાથી ઈન્ટરફેસ આપે છે, જેથી વીડિયો એડિટ અને ક્રિએટ કરી શકે છે. તેને KWAI.XYZ STUDIO  કંપનીએ તૈયાર કરી હતી. અને આશરે 5 કરોડ કરતા વધારે લોકો ડાઉનલોડ્સ કરી ચુક્યા છે.


10.ઝૂમ એપ
આ એક વીડિયો કોન્ફેન્સિંગ એપ છે. તેના ફ્રી વર્ઝનમાં 100 લોકો એક સાથે વીડિયો મીટિંગ કરી શકે છે. લોકડાઉન સમયે ઓફિસ મીટિંગ હોય કે દૂર બેઠેલા મિત્રો-સંબંધીઓ સાથે વાત કરવાની હોય. ભારતીયોએ આ એપનો ખૂબ ઉપયોગ કર્યો હતો. એપ પર ડેટા ચોરી કરી અન્ય કંપનીઓને આપવાનો આરોપ છે. ત્યારથી તે વિવાદમાં આવી. ભારત સરકારે એક એડવાઈઝરી જારી કરી એપનો ઉપયોગ નહી કરવા કહ્યું હતું. વિશ્વમાં જાન્યુઆરીથી માર્ચ સુધી યુઝર્સનો આંકડો 1 કરોડથી વધી 20 કરોડ સુધી પહોંચી ગયો હતો. કંપનીએ કહ્યું કે આશરે 200 દેશના 90 હજારથી વધારે શાળામાં આ એપ મારફતે શિક્ષણ આપવામાં આવે છે.


11. વીમેટ
આ પણ ટિકટોકની જેમ એખ શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે જે 2017માં લોન્ચ કરવામા આવ્યું હતું. જો કે તે ટિકટોકની જેમ પોપ્યુલર થઇ શક્યું નહીં. તેમ છતા ભારતમાં તેના 5 કરોડ યુઝર્સ છે.



12.
વીગો વીડિયો
વીગો વીડિયો પણ ભારતમાં પોપ્યુલર શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. તેનું લાઇટ વર્ઝન માર્કેટમાં વીગો લાઇટના નામે ઉપલબ્ધ છે. ટિકટોકની જેમજ તેની પેરેન્ટ કંપની બાઇટડાન્સ છે. જોકે કંપની વીગો વીડિયો અને વીગો લાઇટની સર્વિસ 31 ઓક્ટોબરે ભારતમાં બંધ કરવા જઇ રહી છે. કંપનીએ તેના યુઝર્સને બધુ કન્ટેન્ટ ટિકટોક પર શિફ્ટ કરવા માટે કહ્યું છે.



13.
ક્લેશ ઓફ કિંગ્સ
આ એક પોપ્યુલર ગેમિંગ એપ છે, જેમાં મલ્ટીપલ યુઝર્સ ઓનલાઇન ગેમ રમી શકે છે. તેને Elex Tech કંપનીએ 2014માં તૈયાર કરી હતી. ગુગલ પ્લે સ્ટોર પર તેના 5 કરોડથી વધુ ડાઉનલોડ થઇ ચૂક્યા છે.



14.
ક્લબ ફેક્ટરી
આ ચીનની ઇ કોમર્સ એપ છે જેણે 2016માં વેપાર શરૂ કર્યો હતો. તેના પર જ્વેલરી, હોમ ડેકોર, હેન્ડ બેગ, બ્યૂટી સહિત ઘણી કેટેગરીના પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જાન્યુઆરી 2020માં તેણે 10 કરોડ એક્ટિવ યુઝર્સનો આંકડો પાર કરી લીધો હતો.



15.
વીચેટ
આ ચાઇનીઝ મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ છે. પ્લે સ્ટોર પર આપવામા આવેલી જાણકારી અનુસાર વિશ્વભરમાં તેના 100 કરોડ યુઝર્સ છે. તેના પર ચેટ અને ગ્રુપ વીડિયો કોલ સહિત ઘણા પ્રકારની સુવિધા મળે છે. કંપનીએ ભારતમાં વીચેટ પે ડિજિટલ પેમેન્ટ સુવિધા પણ શરૂ કરેલી છે.



16.
ટર્બો VPN
ટર્બો VPN એક ચાઇનિઝ VPN પ્રોવાઇડર ટૂલ છે. આ ફ્રી એપ છે. તેને અમુક હદે સુરક્ષિત કહી શકાય કારણ કે તેનો ઉપયોગ કરવા માટે કોઇ પણ પ્રકારના સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી રહેતી. કંપની અનુસાર વિશ્વભરમાં એપના 30 કરોડ યુઝર્સ છે.



17.
એપ લોક
એપ લોક પણ ભારતમાં ઘણી જૂની અને લોકપ્રિય એપ છે. તેને 2012માં લોન્ચ કરવામા આવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર 150 દેશોમાં તેને 30 કરોડથી વધુ યુઝર્સ વાપરે છે. તે 32 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેનાથી કોઇ પણ એપને પાસવર્ડ પ્રોટેક્ટ કરી શકાય છે.



18
ફ્લેશ કીબોર્ડ
આ ચાઇનીઝ એપ કીબોર્ડ કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે. તેમાં કીબોર્ડ માટે અલગ અલગ થીમ અને ઇમોજી ઉપલબ્ધ છે. એપથી કોઇ ફોટોને કીબોર્ડ બેકગ્રાઉન્ડ બનાવી શકાય છે. જોકે પ્લે સ્ટોર પર તેના 50 હજારથી વધુ ડાઉનલોડ નથી.



19.
લાઇક
ટિકટોક, વીગો એપની જેમ લાઇક પણ શોર્ટ વીડિયો શેરિંગ એપ છે. તેના મોટાભાગના યુઝર્સ ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોના છે. તેમાં ઘણા પ્રકારના સ્ટીકર્સ અને મ્યૂઝિક ફિલ્ટર્સ દ્વારા વીડિયો બનાવવાની સુવિધા મળે છે.



20.
ક્લીન માસ્ટર
ક્લીન માસ્ટર ચાઇનિઝ એપ છે જે ફોનથી જંક ફાઇલ હટાવીને મોબાઇલનું પર્ફોરમન્સ સુધારે છે. તે સ્ટોરેજ ફ્રી કરે છે. કંપનીનો દાવો છે કે તેના પ્રીમિયમ વર્ઝનથી ડિલીટ થયેલી ફાઇલ પણ પાછી લાવી શકાય છે. તેને ચાઇનિઝ કંપની CHEETAH મોબાઇલે ડેવલપ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post