• Home
  • News
  • સૌરાષ્ટ્રના મત માટે ‘પટેલ’ના માથે મદાર:‘આપ’માં લેઉવા પટેલની એન્ટ્રી પછી ભાજપમાં લેઉવા ધીરૂ ગજેરાનો પ્રવેશ, ભરતસિંહ સોલંકી સામે પડીને ગજેરાએ કોંગ્રેસ છોડ્યું હતું
post

સૌરાષ્ટ્રના પાટીદાર મત મેળવવા બંને પટેલ માથાં પર મદાર

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-19 12:08:00

રાજયમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદારોના મત અંકે કરવા અત્યારથી જ પાટીદાર નેતાઓને સમાવવા માટે રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. કોંગ્રેસમાંથી સતત વિધાનસભા ચૂંટણીમાં પરાજય પછી પાટીદાર નેતા ધીરૂ ગજેરાએ રાજીનામું આપીને રાજકીયરીતે નિષ્ક્રિય થઇ ગયા હતા. રાજયમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપ પાર્ટીમાં મહેશ સવાણી જોડાયા છે ત્યારે સુરત અ્ને સૌરાષ્ટ્રના પાટીદારો સાથે સીધો સંપર્ક ધરાવતા ધીરૂ ગજેરા હવે તા. 24મી જુલાઇએ ભાજપમાં જોડાશે.

આગામી ચૂંટણીમાં ભાજપ માટે પાટીદાર મહત્વના
ધીરુ ગજેરા વર્ષ 2017ની ચૂંટણી પહેલા 2012,2007ની ચૂંટણી લડયા હતા. કોંગ્રેસમાં રહ્યા પછી સતત પરાજય અને વર્ષ 2017માં ચૂંટણી જીતી શકાય તેવી પરિસ્થિતિ હતી, છતા કોંગ્રેસ હારી જતા છેવટે ગજેરાનું મન કોંગ્રેસ પરથી ઉઠી ગયું હતું. તેમણે વર્ષ 2017ના પરાજય પછી કોંગ્રેસના તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે જ નિવેદનો કરીને છેવટે કોંગ્રેસ છોડી દીધી હતી. આગામી 2022ની ચૂંટણીમાં પાટીદાર મતો ભાજપ માટે પણ મહત્વના છે. વળી,મહેશ સવાણીએ આપ પાર્ટીમાં જોડાતા સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારો માટે ધીરૂ ગજેરા મહત્વના સાબિત થાય તેમ હોવાનું ભાજપના સૂત્રોનું કહેવું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post