• Home
  • News
  • બાહુબલીની ‘દેવસેના’ને મળી ગયો મનનો માણીગર, ભારતના ક્રિકેટર સાથે ફેરા ફરવાની તૈયારી
post

બાહુબલી પહેલા પણ અનુષ્કા અને પ્રભાસની જોડીવાળી સાઉથ ઈન્ડિયન ફિલ્મો સારી પસંદ આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 11:10:55

સાઉથ ફિલ્મની અભિનેત્રી અનેબાહુબલીથી દેશભરમાં પ્રખ્યાત થઈ ચૂકેલી અનુષ્કા શેટ્ટીના લગ્નને લઈને ચર્ચાઓ ખૂબ તેજ થઈ રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાહુબલીની દેવસેનાનું ભારતીય ક્રિકેટ ટીમના એક ક્રિકેટર ઉપર દિલ આવી ગયું છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. એટલું નહીં, બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાશે.

અનુષ્કા શેટ્ટીના અફેરના સમાચારોમાં સૌથી મોટી વાત છે કે, ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી કે જેના પર તેનું0 દિલ આવ્યું છે, તે દક્ષિણ ભારતનો નથી. અનુષ્કા શેટ્ટી ઉત્તર ભારતના ક્રિકેટર સાથે ઘર બાંધવાનું વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે બાહુબલી પછી સતત એવા અહેવાલો આવ્યા હતા કે, અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંનેના લગ્ન પણ થવા જઇ રહ્યા છે. પરંતુ જ્યારે પ્રભાસ સાહોના પ્રમોશન દરમિયાન કરણ જોહરના શોકોફી વિથ કરણપર પહોંચ્યો ત્યારે વાતનો તેણે સંપૂર્ણ ઇનકાર કર્યો હતો.

 

પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, પ્રભાસ અને અનુષ્કા વચ્ચે કંઈ ચાલી રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે, બાહુબલી પહેલા પણ અનુષ્કા અને પ્રભાસની જોડીવાળી સાઉથ ઈન્ડિયન ફિલ્મો સારી પસંદ આવી હતી. પરંતુ બંનેએ એકબીજાને પરસ્પર સંમતિથી ડેટ કરવાનું નક્કી કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post