• Home
  • News
  • વડોદરાની MSUના અધ્યાપકોનું સંશોધન:વરસાદની પેટર્ન બદલાવાની સાથે સાથે મહત્તમ અને લઘુતમ તાપમાનનું અંતર પણ ઘટી ગયું
post

છેલ્લાં 20 વર્ષ દરમિયાન હીટવેવની 53 ઘટના બની હોવાનું સંશોધનમાં જણાયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-14 11:08:21

વડોદરા: ક્લાઇમેટ ચેન્જને પગલે શહેરમાં ભારે વરસાદ-પૂરથી બીમારીઓમાં વધારો થયો છે સાથે લોકોને આર્થિક નુકસાન પણ થઇ રહ્યું છે. 20 વર્ષમાં હીટવેવની 53 ઘટના નોંધાઇ છે. વરસાદની પેટર્ન પણ બદલાઈ છે. મ.સ.યુનિ.નાં ડૉ.સંસ્કૃતિ મુઝુમદાર, પ્રો. નીરજા જયસ્વાલ પ્રો. મગન પરમાર, ડૉ.સતીશ બોડલા, ડૉ.શિલ્પી સારસ્વત અને ચિરાયુ પંડિતે ક્લાયમેટ ચેન્જની સ્થાનિક સ્તરે સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિક દૃષ્ટિએ થતી અસરો પર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત થકી અપાયેલા પ્રોજેક્ટ પર કાર્ય કર્યું હતું.

સંશોધન અનુસાર વડોદરાના તાપમાન અને વરસાદની પેટર્નમાં બહોળાે ફેરફાર થયો છે. એક દિવસમાં વરસતો વરસાદ મહિનાના સરેરાશ કરતાં વધુ હોય તેવી ઘટના વધી છે, જે પૂર માટે જવાબદાર છે. દિવસ-રાત તથા મહત્તમ-ન્યૂનતમ તાપમાન વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. તાપમાન વધવાનું કારણ વાહનો, પ્રદૂષણ તથા બીલ્ટ અપ એરિયામાં વધારો પણ છે.

10 હજાર લોકોનો સરવે કરાયો

·         ક્લાઇમેટ ચેન્જની લોકો પર અસરના અભ્યાસ માટે 4 ઝોનના 34 રહેણાક વિસ્તારોમાંથી 10,000 લોકોનો સરવે કરી માહિતી મેળવાઇ હતી.

·         નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાથી મુશ્કેલી પડે છે. લોકો કમળો, ચિકનગુનિયા, ડેન્ગ્યૂ, ચામડીના રોગો, પ્રિમેચ્યોર ડેથ, અસ્થમાથી પીડાય છે.

·         કામ પર જઈ ન શકવાથી, ઘરવખરીને નુકસાન થવાથી, સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચથી આર્થિક ભારણ વધ્યું છે.

નિરાકરણ કેવી રીતે લાવી શકાય

·         ઇ-ટોઇલેટ વધારવા જોઈએ.

·         સંસ્થાઓ સરકાર સાથે મળી પૂર અને ગરમીમાં રાહત કેમ્પનું આયોજન કરે.

·         રેશનની દુકાનોમાં સેનેટરી પેડ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી વસ્તુઓ રાહત દરે મળે.

·         પૂરને કારણે અનેક વ્યક્તિઓમાં માનસિક રોગોની સમસ્યા જોવા મળી, તેમને માટે કાઉન્સિલિંગની વ્યવસ્થા થવી જોઈએ.

વિશ્વામિત્રી, કમાટીબાગ, MSU, EME કેમ્પસ ગરમીને કાબૂમાં રાખે છે
વિશ્વામિત્રીના પટમાં રહેલી હરિયાળી સયાજીબાગ, MSU કેમ્પસ, ઇએમઇ, રેલવે કોલેજ કેમ્પસ, રાજમહેલ કમ્પાઉન્ડ જેવી હરિયાળી જગ્યાથી ગરમીનો પ્રકોપ કાબૂ બહાર જતાં અટકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post