• Home
  • News
  • ધોરણ 1થી5 માટે સ્કૂલો ફરી શરૂ કરવા કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે, આરોગ્ય તંત્ર મંજૂરી આપશે તો ક્લાસ શરૂ થશે
post

ઓફલાઇન શિક્ષણ માટે કેબિનેટની બેઠકમાં વિગતે ચર્ચા થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-13 10:08:31

કોરોનાના કેસમાં દિન- પ્રતિદિન ઘટાડો નોંધાઇ રહ્યો હોવાથી રાજય સરકાર દ્વારા દિવાળી પહેલા ધોરણ 1થી 5નું કલાસરૂમ શિક્ષણ શરૂ કરવા વિચારણા કરી રહી છે.જોકે ,આ મુદ્દે બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ ચર્ચામાં આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે તો જ ધોરણ 1થી 5માં કલાસ રૂમ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. દરમિયાનમાં ગતિશીલ સરકાર પ્રસ્થાપિત કરવા માટે 100 દિવસના 100 નિર્ણયો બાબતે પણ ઠોસ નિર્ણય લેવાઇ શકે છે તેમ સુત્રોએ જણાવ્યું છે.

સ્કૂલોમાં ધોરણ 6થી12 સુધી કલાસરૂમ ટીચીંગ અપાઇ રહ્યું છે
કોરોનાના કેસ ઘટતાં રાજયમાં અત્યારે કોલેજો અને સ્કૂલોમાં ધોરણ 6થી12 સુધી કલાસરૂમ ટીચીંગ અપાઇ રહ્યું છે. જો કે, હાજરીનો આગ્રહ રાખવામાં આવતો નથી, આેફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ છે , ત્યારે રાજય સરકાર દ્વારા હવે ધોરણ 1થી5માં કલાસરૂમ શિક્ષણ એટલે કે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા ચાલી રહી છે.નોંધનીય છે કે તા. 12મીએ મળનારી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે તેમ સુત્રોનું કહેવું છે.

 

અતિવૃષ્ટિ સહિતની બાબતોને લઇને પણ કેબિનેટમાં ચર્ચા થશે
કેબિનેટમાં આ બાબતે ચર્ચા થયા પછી આરોગ્ય વિભાગના વલણ પર સમગ્ર બાબત નિર્ભર હોવાનું સુત્રોનું કહેવું છે. ઉપરાંત કેબિનેટમાં 100 દિવસના 100 ઝડપી નિર્ણયો લઇને ગતિશીલ સરકારને પ્રસ્થાપિત કરવા માટે તમામ વિભાગો પાસેથી દરખાસ્ત મુખ્યમંત્રી કક્ષાએ આવી ગઇ છે. આ બાબત ઉપરાંત અતિવૃષ્ટિ સહિતની બાબતોને લઇને પણ કેબિનેટમાં ચર્ચા થશે.

adv

Related News

post
post
post
post
post
post
post