• Home
  • News
  • 'પાંસળી બહાર નીકળી ગઈ હતી, માથું ફાટેલું હતું':'તે બૂમો પાડતી રહી, ડ્રાઇવરને જાણ હતી કે અંજલિ ગાડી નીચે ફસાયેલી છે'; હૃદયકંપી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ
post

પીડિતાના એટોપ્સી રિપોર્ટ અનુસાર, તેને ઓછામાં ઓછી 40 બાહ્ય ઈજા પહોંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-04 18:39:02

નવું વર્ષ શરૂ જ થયું હતું. થોડો જ કલાકની અંદર દિલ્હીના કંઝાવાલામાં એક દર્દનાક ઘટના બને છે, જેમાં એક યુવતીને એક કાર લગભગ 13 કિલોમીટર સુધી ઢસડીને લઈ જાય છે. આ દુર્ઘટનામાં યુવતીનું કરપીણ મોત થયું છે. પોલીસ-તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે ગાડીએ સ્કૂટીને ટક્કર મારી એ સમયે સ્કૂટી પર યુવતી એકલી ન હતી. તેની સાથે એક અન્ય મિત્ર યુવતી પણ હતી. તે યુવતીનું નિવેદન સામે આવ્યું છે. પીડિતાની મિત્રએ મીડિયાને જણાવ્યું હતું કે દિલ્હીમાં 20 વર્ષીય યુવતીને પોતાની કાર નીચે 13 KM સુધી ઢસડનાર લોકોને જાણ હતી કે તે ગાડી નીચે ફસાયેલી છે.

પીડિતાના એટોપ્સી રિપોર્ટ અનુસાર, તેને ઓછામાં ઓછી 40 બાહ્ય ઈજા પહોંચી હતી. તેની પાંસળી તેની પીઠમાંથી બહાર નીકળી ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેનું માથું ફાટેલું હતું. માથાનાં હાડકાં તૂટી ગયાં હતાં. કરોડરજ્જુ, ડાબી જાંઘના હાડકાંમાં ગંભીર ઈજા હતી. યુવતીનું મોત આઘાત અને વધારે રક્તસ્ત્રાવને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. જોકે યૌન ઉત્પીડનનો સંકેત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નહોતો મળ્યો.

પ્રારંભિક રિપોર્ટમાં ડોક્ટર્સે કહ્યું હતું કે "માથાનાં હાડકાં તૂટી ગયાં હતાં. કરોડરજ્જુ, ડાબી જાંઘનાં હાડકાં અને બંને પગમાં ગંભીર ઈજા પહોંચવાને કારણે રક્તસ્ત્રાવ થયો અને આઘાત લાગ્યો. તમામ ઈજા ઢસડાવાને કારણે થઈ હતી." જોકે કેમિકલ એનાલિસિસ અને જૈવિક સેમ્પલના રિપોર્ટ મળ્યા બાદ આખરી રિપોર્ટ આપવામાં આવશે.

પોલીસ-તપાસમાં સામે આવ્યું હતું કે અંજલિ સાથે ન્યૂ-ઈયર પાર્ટીમાં જે યુવતી ગઈ હતી તે અંજલિની સાથે સ્કૂટીમાં પાછળ બેઠી હતી. તેનું નામ નિધિ છે. સ્કૂટી ગાડી સાથે અથડાતાં નિધિ નીચે પડી ગઈ હતી અને અંજલિને ગાડી નીચે ઢસડાતા જોઈને તે ડરીને પોતાના ઘરે ભાગી ગઈ હતી.

પીડિતાની મિત્ર નિધિએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે "બલેનોએ અમને ટક્કર મારી. હું એક તરફ નીચે પડી ગઈ અને તે સામેની તરફ પડી હતી. મારી મિત્ર ગાડી નીચે ફસાઈ ગઈ હતી. કારસવાર લોકોને જાણ હતી કે તે ગાડી નીચે છે. તે ગાડી નીચે ફસાયેલી હતી અને બૂમો પાડતી રહી. હું ડરી ગઈ અને ઘરે જતી રહી."

એ દિવસે શું થયું હતું?
નવા વર્ષના પહેલા દિવસે અંજલિની સ્કૂટીને એક ગાડીએ ટક્કર મારી અને કારમાં ફસાયેલી અંજલિને તે લોકો લગભગ 13 કિલોમીટર સુધી રસ્તામાં ઢસડતા રહ્યા. તેની લાશ કંઝાવાલા વિસ્તારમાં રસ્તા પર પડેલી મળી હતી.

આરોપીઓ સૌથી પહેલા નવા વર્ષ નિમિત્તે હરિયાણાના મુરથલમાં ઢાબા પર ખાવા ગયા હતા. ઘટના સમયે તેઓ નશાની હાલતમાં હતા અને પરત ફરતી વખતે અંજલિની સ્કૂટીને ટક્કર મારી હતી. અંજલિ સિંહની સહેલીએ જણાવ્યું હતું કે શનિવારની રાત્રે અંજલિ પોતાના મિત્રોને મળવા હોટલ ગઈ હતી. તેણે દાવો કર્યો કે અંજલિ દારૂના નશામાં હતી અને સ્કૂટી ચલાવવા ન દેતાં ચાલુ સ્કૂટીએ કૂદી જવાની ધમકી આપી હતી. પીડિતાની સહેલીએ દાવો કર્યો-"અમે મોડી રાત્રે લગભગ 1.45 વાગ્યે હોટલથી નીકળ્યા. અંજલિને સ્કૂટી ચલાવવી હતી. પરંતુ મેં કહ્યું કે હું ચલાવીશ. જ્યારે અમે ત્યાંથી નીકળ્યાં અને રસ્તામાં હતા, ત્યારે અંજલિએ કહ્યું કે જો સ્કૂટી ચલાવવા ન આપી તો તે કૂદી જશે. તેણે કહ્યું કે મારી સ્કૂટી છે અને હું ચલાવીશ."

તેણે દાવો કર્યો કે "મેં તેને સ્કૂટી ચલાવવા આપી. થોડા સમય પછી અમે એક ટ્રક સાથે અથડાતાં બચ્યાં હતાં. જોકે હું પાછળ બેઠી હતી, પરંતુ હું બ્રેક મારવા સફળ રહી હતી. પછી અમે ત્યાંથી આગળ વધ્યાં, પરંતુ એક બીજી ગાડીએ અમારી સ્કૂટીને ટક્કર મારી. અંજલિ ગાડી નીચે ફસાઈ ગઈ અને હું બીજી તરફ પડી હતી."

 

adv

Related News

post
post
post
post
post
post
post