• Home
  • News
  • કાલુપુર બજાર ચાલુ કરવાની મંજૂરી આપી, સવારે એક કલાકમાં જ દુકાનો બંધ કરાવી દીધી
post

સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાન અને ગોડાઉન ખોલવાની કોર્પોરેશનએ મંજૂરી આપી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 11:06:08

અમદાવાદ: આજે સવારે શરૂ થયેલું ચોખા બજાર એક કલાકમાં જ બંધ કરાવી દેવાયું. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે આવી વેપારીઓની દુકાન બંધ કરાવી દીધી. વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કોર્પોરેશનએ ગઈકાલે દુકાનો અને બજાર ચાલુ કરવાની પરમિશન આપી છતાં દુકાનો આજે બંધ કરવાઈ છે. જો સોશિયલ ડિસ્ટનસના નામે બંધ કરાવાય છે તો પોલીસે તેનું પાલન કરાવવું જોઈએ પરંતુ કોર્પોરેશને આજે બંધ કરાવી દેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સવારે એકી બેકી નંબરથી વેપારીઓ દુકાન ખોલી હતી. વેપારીઓએ તમામ ગાઈડલાઈનનું પાલન કર્યું હતું પરંતુ પોલીસ અને કોર્પોરેશનની ટીમ આજે સવારે આવી બધું બંધ કરાવી દીધુ હતું. બજાર બંધ કરાવવા મામલે પોલીસ અને કોર્પોરેશન કોઈ જ જવાબ આપતું નથી. મોટી સંખ્યામાં પોલીસને ખડકી દેવામાં આવી છે.


સવારથી બજારમાં આવેલી દુકાનો-ગોડાઉન ખુલ્યા હતા
અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો કોટ વિસ્તારમાં વધતાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યો છે. આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા કાલુપુર ચોખા બજાર, અનાજ માર્કેટ અને માધુપુરા માર્કેટ લાંબા સમયથી બંધ હતા. આજે સવારથી બજારમાં આવેલી દુકાનો - ગોડાઉન ખુલ્યા હતા. સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી  દુકાન અને ગોડાઉન ખોલવાની કોર્પોરેશનએ મંજૂરી આપી હતી.


રિટેલ વેપારીઓનો માલ ખૂટી જતા મુશ્કેલીમાં મુકાયા હતા
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ગાઈડલાઈનના પાલન કરવા વેપારીઓને જણાવવામાં આવ્યું છે. ચોખા બજારના વેપારીઓએ માર્કેટ ચાલુ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જો વધુ સમય દુકાનો બંધ રહેશે તો અનાજ અને માલ સડી જશે. જેથી દુકાન ખોલવા પરમિશન આપવામાં આવે. જેથી આજથી પાંચ કલાક દુકાન અને ગોડાઉનો ખોલવા મંજૂરી અપાઈ છે.બજારમાં મોટી સંખ્યામાં લોકો વસ્તુઓ લેવા ઉમટી પડયા હતા. રિટેલ વેપારીઓને માલ ખૂટી ગયો હતો જેથી મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ આજથી દુકાનો અને બજાર ખુલતા વેપારીઓ વસ્તુઓ લેવા ઉમટી પડ્યા હતા. પાન- મસાલા- ગુટખા, અનાજ ,ચોખા, મસાલા માર્કેટમાં લોકોની ભીડ ઉમટી છે.

adv

Related News

post
post
post
post
post
post
post