વિજય હઝારે ટ્રોફીમાં આજે ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્ર મેચ રમાઈ
અમદાવાદ: વિજય હઝારે ટ્રોફીમાં આજના દિવસે
ઈતિહાસ રચાયો છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં ચાહકોને એક જ
ઓવરમાં 7 છગ્ગા જોવા મળ્યા. ઋતુરાજ
ગાયકવાડની વિસ્ફોટ બેટીંગ જોઈ સૌ ચાહકો હેરાન થયા હતા એટલું જ નહીં તેણે અહીં
રમાયેલી ક્વાર્ટર પાઈનલ મેચમાં બેવડી સદી પણ ફટકારી.
ઉત્તર પ્રદેશ વિરૂદ્ધ રમાયેલી મેચમાં મહારાષ્ટ્રની ટીમે પ્રથમ
ઈનિંગમાં 50 ઓવરમાં 5 વિકેટે 330 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. સુકાની
ઋતુરાજ ગાયકવાડે માત્ર 159 બોલમાં અણનમ 220 રન ફટકાર્યા. આજની મેચમાં ઋુતુરાજ ગાયકવાડે મેદાનની ચારેકોર
10 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકારી ચાહકોને ખુશ કરી દીધા. આ મેચમાં કમાલ ત્યારે
જોવા મળ્યો જ્યારે 49મી ઓવરમાં ઋતુરાજે ઉપરાઉપરી 7 છગ્ગા માર્યા.
એક જ ઓવરમાં 7 છગ્ગા
25 વર્ષના ઋતુરાજ ગાયકવાડે ઈનિંગની 49મી ઓવરમાં કુલ 43 રન
બનાવ્યા. આમાં 6 છગ્ગા પણ સામેલ છે. ઉત્તર પ્રદેશ
તરફથી 49મી ઓવરમાં બોલિંગ કરી રહેલા
શિવાસિંહે 1 નો બોલ પણ નાખ્યો હતો. તો ઋુતુરાજે
તે બોલમાં પણ છગ્ગો ફટકાર્યો. આવુ કરનારો ઋુતુરાજ ગાયકવાર વિશ્વનો પ્રથમ ખેલાડી
બન્યો છે.
- 48.1 ઓવર - 6 રન
- 48.2 ઓવર - 6 રન
- 48.3 ઓવર - 6 રન
- 48.4 ઓવર - 6 રન
- 48.5 ઓવર - 6 રન (નો-બોલ)
- 48.5 ઓવર - 6 રન (ફ્રી-હિટ)
- 48.6 ઓવર - 6 રન
DOUBLE-CENTURY!
Ruturaj Gaikwad finishes with an unbeaten 2⃣2⃣0⃣* off just 159 balls!