• Home
  • News
  • કોહલી સતત ત્રીજીવાર ટેસ્ટ અને વન ડે ટીમનો કેપ્ટન બન્યો, રોહિત શર્મા પહેલીવાર વન ડે ક્રિકેટર ઓફ ધ યર બન્યો
post

ભારતીય સ્પિનર દીપક ચાહરની T20માં પર્ફોર્મન્સ ઓફ ધ યર તરીકે પસંદગી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 10:01:18

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બુધવારે 2019ના એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ઓપનર રોહિત શર્મા વન ડે ક્રિકેટર ઓફ યર બન્યો છે. વિરાટ કોહલીની ટેસ્ટ અને વન ડે ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ છે. વર્લ્ડ કપ 2019માં ખેલ ભાવના માટે કોહલીને સ્પિરિટ ઓફ ક્રિકેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં દર્શકોને સ્ટીવ સ્મિથને ખીજવવા કહ્યું હતું. 2017 અને 2018માં પણ કોહલીને વન ડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પ્લેયર ઓફ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. 2019માં 59 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિંસને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ અપાયો છે. રિચર્ડ ઈલિંગવર્થને અમ્પાયર ઓફ યરનો એવોર્ડ અપાયો છે.

લબુશાને ઈમર્જિંગ પ્લેયર ઓફ યર

ઓસ્ટ્રેલિયાના માર્નસ લબુશાને ઈમર્જિંગ પ્લેયર ઓફ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. T20માં પરફોર્મન્સ ઓફ યર ભારતીય સ્પિનર દીપક ચાહરને મળ્યો છે. તેણે 10 નવેમ્બરે બાંગ્લાદેશ સામે નાગપુરમાં T20માં સાત રન આપની વિકેટ લીધી હતી. આમાં હેટ્રિકનો સમાવેશ થાય છે.

રોહિત શર્માએ 2019માં વન ડેમાં સૌથી વધારે રન બનાવ્યા

રોહિતે 2019માં 28 વન ડે માં સૌથી વધારે 1490 રન બનાવ્યા હતા. જેમાં સાત સદીનો સમાવેશ થાય છે. જેમાંથી પાંચ સદી તેણે વર્લ્ડ કપમાં ફટકારી હતી. આમાં 1377 રન સાથે કોહલી બીજા સ્થાને છે.

આઈસીસી વન ડે ટીમ ઓફ યર 2019

ખેલાડી

પ્લેઈંગ રોલ

દેશ

રોહિત શર્મા

બેટ્સમેન

ભારત

શાઈ હોપ

વિકેટકીપર

વેસ્ટ ઈન્ડિઝ

વિરાટ કોહલી

બેટ્સમેન

ભારત

બાબર આઝમ

બેટ્સમેન

પાકિસ્તાન

કેન વિલિયમ્સન

બેટ્સમેન

ન્યૂઝીલેન્ડ

બેન સ્ટોક્સ

ઓલ રાઉન્ડર

ઈંગ્લેન્ડ

જોસ બટલર

વિકેટકીપર-બેટ્સમેન

ઈંગ્લેન્ડ

મિશેલ સ્ટાર્ક

બોલર

ઓસ્ટ્રેલિયા

ટ્રેન્ટ બોલ્ટ

બોલર

ન્યૂઝીલેન્ડ

મોહમ્મદ શામી

બોલર

ભારત

કુલદીપ યાદવ

બોલર

ભારત

 

adv

Related News

post
post
post
post
post
post
post