• Home
  • News
  • RRએ 24 રનથી LSGને હરાવ્યું:રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચ્યું, હુડાની ફિફ્ટી એળે ગઈ; બોલ્ટે 2 વિકેટ લીધી
post

લખનઉ સુપર જાયન્ટ્સે પહેલી પાંચ ઓવરમાં ધારદાર બોલિંગ કરી પણ બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-16 11:39:13

મુંબઈ: IPL 2022ની 63મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 24 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. આ પરિણામની સાથે જ રાજસ્થાનની પ્લે-ઓફમાં પહોંચવાની સંભાવના ઘણી પ્રબળ બની ગઈ છે. અત્યારે RR અને LSG, બંને ટીમના 13 મેચમાં 16 પોઈન્ટ છે. તેવામાં શાનદાર રન રેટના કારણે RR હવે પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચી ગયું છે.

ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 178 રન કર્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 41 રન કર્યા હતા. જેના જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 154 રન જ કરી શકી અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન દીપક હુડ્ડાએ સૌથી વધુ 59 રન કર્યા હતા. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા અને મેક્કોયે 2-2 વિકેટ લીધી હતી. વળી બોલ્ટે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું અને 9 બોલમાં 17 રન કર્યા હતા.

 

પડ્ડિકલની વિસ્ફોટક બેટિંગ
દેવદત્ત પડ્ડિકલે 18 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 39 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેની બેટિંગ જોતા લાગ્યું હતું કે જો સ્લોગ ઓવર્સ સુધી તે રમી ગયો તો રાજસ્થાનનો સ્કોર 200 રનને પાર પણ પહોંચી શકે છે. તેવામાં લખનઉના રવિ બિશ્નોઈએ ફુલર બોલ પર પડ્ડિકલને ડિપ મિડવિકેટ પર કેચઆઉટ કરાવ્યો હતો.

LSGના બોલરનો તરખાટ
લખનઉ સુપર જાયન્ટ્સે પહેલી પાંચ ઓવરમાં ધારદાર બોલિંગ કરી હતી. જેમાં સૌથી પહેલા આવેશ ખાને RRના વિસ્ફોટક બેટર જોસ બટલરને ક્લીન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કરી દીધો હતો. તે 6 બોલમાં માત્ર 2 રન જ કરી શક્યો હતો. ત્યારપછી સંજુ સેમસન સારી લયમાં જોવા મળ્યો હતો તેણે 24 બોલમાં 6 ચોગ્ગા ફટકારી 32 રન પણ કર્યા હતા. તેવામાં જેસન હોલ્ડરે તેની વિકેટ લઈને લખનઉને ગેમમાં મજબૂત પકડ બનાવવા મદદ કરી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post