• Home
  • News
  • જાપાનમાં પણ RRRની ધૂમ:'3 ઇડિયટ્સ'ને પાછળ મૂકી, જાપાનમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની
post

'RRR'એ 1200 કરોડથી વધુનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-08 20:11:07

ફિલ્મ 'RRR'એ ભારતમાં જબરજસ્ત બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ જાપાનમાં 240 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. 17 દિવસમાં આ ફિલ્મે ઇન્ડિયન કરન્સીમાં અંદાજે 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મે આમિર ખાનની '3 ઇડિયટ્સ'ને પછાડીને જાપાનમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની છે. પ્રથમ તથા બીજા નંબરે 24 વર્ષ પહેલાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ 'મુથુ' તથા રાજમૌલિની ફિલ્મ 'બાહુબલી 2' છે. 'RRR' ફિલ્મના કલાકારો રામચરણ તથા જુનિયર NTRએ જાપાનમાં ફિલ્મનું જબરજસ્ત પ્રમોશન કર્યું હતું.

રજનીકાંતની ફિલ્મ આજે પણ ટોપ પર
જાપાનમાં ઇન્ડિયન ફિલ્મની કમાણીની વાત કરીએ તો 24 વર્ષ પહેલાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ 'મુથુ' 22 કરોડ રૂપિયા સાથે આજે પણ ટોપ પર છે. 'બાહુબલી 2' બીજા નંબર પર છે. 9 કરોડની કમાણી સાથે '3 ઇડિયટ્સ' ત્રીજા સ્થાને હતી, પરંતુ 'RRR' 10 કરોડની કમાણી સાથે ત્રીજા સ્થાને આવી છે.

'RRR'1200 કરોડથી વધુનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું
'RRR'
એ અત્યાર સુધી 1200 કરોડથી વધુનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું છે અને હજી પણ વિશ્વના વિવિધ દેશોમાં ફિલ્મ કમાણી કરી રહી છે. અમેરિકામાં પણ આ ફિલ્મ વિવિધ શહેરમાં રિલીઝ થઈ છે. અમેરિકામાં આ ફિલ્મે 110.7 કરોડનો બિઝનેસ કર્યો છે. UAEમાં ફિલ્મે 37.8 કરોડનો વકરો કર્યો છે.

પેન ઇન્ડિયા રિલીઝ થઈ હતી
રાજમૌલિના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ પેન ઇન્ડિયામાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રામચરણ તેજા, જુનિયર NTR, આલિયા ભટ્ટ, અજય દેવગન તથા શ્રેયા સરણ લીડ રોલમાં હતા. આ ફિલ્મ 25 માર્ચ, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post