• Home
  • News
  • ભારતની સંસ્થાઓ, સંસદ અને ઈલેક્શન સિસ્ટમ પર RSS કબ્જો કરી રહ્યુ છેઃ રાહુલ ગાંધી
post

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, લોકોની હત્યા કરવી અને તેમને મારનારા હિન્દુ નથી.પીએમ મોદી અને આરએસએસ ભારતના બંધારણના મૂળભૂત માળખા સાથે ચેડા કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 16:54:14

નવી દિલ્હી: બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના સવાલોના જવાબ આપ્યા હતા. રાહુલ ગાંધીએ આરએસએસનુ નામ લીધા કહ્યુ હતુ કે, ભારતમાં વાણી સ્વાતંત્ર્યની પરવાનગી આપતી સંસ્થાઓ પર હુમલો થઈ રહ્યો છે. સંસદ, ચૂંટણી સિસ્ટમ, લોકતંત્રના મૂળભૂત માળખા પર એક સંગઠન દ્વારા કબ્જો કરવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પીએમ મોદી ભારત માટે એવો દ્રષ્ટિકોણ બનાવી હ્યા છે જે દેશના તમામ સમુદાયને તેમાં સામેલ થવાની પરવાનગી નથી આપતો. આ બાબત ભારતના મૂળ વિચારની વિરુધ્ધમાં છે. મને લાગે છે કે, લોકોને કોઈ પણ દ્રષ્ટિકોણમાથી બહાર રાખવા માટે ભારે શક્તિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમારે દરેક વ્યક્તિને સહાનુભૂતિ અને સંવેદનશીલતા વડે સાથે લઈને ચાલવુ પડશે.

તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ પાર્ટી સંપત્તિના મોટા પાયે કેન્દ્રી કરણ તેમજ મીડિયા સહિત દેશની બીજી સંસ્થાઓ પર થઈ રહેલા કબ્જાની સામે લડી રહી છે.જોકે મારી વાત ભારતીય મીડિયામાં ક્યાંય 30 સેકન્ડથી વધારે નહીં જોઈ શકો. કારણકે મીડિયા પર કબ્જો થઈ ચુકયો છે. ભારતીય મીડિયાને સરકારનુ સમર્થન કરનારા મોટા ઉદ્યોગપતિઓ કંટ્રોલ કરી રહ્યા છે. અમે એક રાજકીય પાર્ટી સામે નહીં પણ ભારત રાષ્ટ્ર પર કબ્જો કરનારા સામે લડી રહ્યા છે. આ આસાન નથી પણ અમે અમારા પ્રયત્નો કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, લોકોની હત્યા કરવી અને તેમને મારનારા હિન્દુ નથી.પીએમ મોદી અને આરએસએસ ભારતના બંધારણના મૂળભૂત માળખા સાથે ચેડા કરી રહ્યા છે. તેઓ ધ્રુવીકરણની રાજનીતિ કરી રહ્યા છે. તમે જ્યારે 20 કરોડ લોકોને અલગ પાડી દો છો ત્યારે તમે બહુ ખતરનાક કામ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે, પીએમ મોદીએ કેટલાક સારા કામ પણ કર્યા છે પણ ભારતના વિચાર પર તેમનો હુમલો મને સ્વીકાર્ય નથી.

એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પાર્ટીને ગાંધી પરિવાર સિવાયના નેતૃત્વની જરૂર છે તેનો નિર્ણય પાર્ટીએ કરવાનો છે. અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવાની છે અને પાર્ટી તેનો નિર્ણય લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post