• Home
  • News
  • તાજમહેલમાં બોમ્બની અફવા, પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા; તાજમહેલના દરવાજા બંધ કરાયા
post

અજ્ઞાત વ્યક્તિ દ્વારા 112 પર તાજમહેલમાં બોમ્બ હોવાની સૂચના અપાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 11:26:58

નવી દિલ્હી: ઐતિહાસિક ધરોહર તાજમહેલ (Taj Mahal) પરિસરમાં બોમ્બના ખબરથી હડકંપ મચી ગયો છે. પ્રેમની નિશાની એવા તામજમહેલને બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે. પોલીસે સુરક્ષા કારણોસર તાજમહેલના બંને દરવાજા બંધ કરી નાખ્યા છે. બીડીએસ, પોલીસ અને CISF ના જવાનો ત્યાં હાજર છે. તાજમહેલ પરિસરમાં હાલ સર્ચ અભિયાન ચાલુ છે. 

અજ્ઞાત વ્યક્તિ દ્વારા 112 પર તાજમહેલમાં બોમ્બ હોવાની સૂચના અપાઈ હતી. ADG આગ્રા ઝોન રાજીવ કૃષ્ણાએ આ અંગે પુષ્ટિ કરી છે. સુરક્ષા કારણોસર પર્યટકોને હાલ તાજમહેલમાં પ્રવેશ આપવામાં દેવામાં આવી રહ્યો નથી. તાજમહેલ સંપૂર્ણ ખાલી કરાવી દેવાયો છે. હજુ જોકે એ માલુમ પડ્યું નથી કે કોલ ક્યાંથી આવ્યો અને કોણે કર્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post