• Home
  • News
  • ડિસેમ્બર સુધીમાં ભારતમાં તૈયાર થશે રશિયાની એકે-203
post

ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં રશિયાની આ રાઇફલ બનાવવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 19:11:49

નવી દિલ્હી: વીજળીની ગતિએ ચાલતી રશિયાની એકે-203 રાઇફલ ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનવાનું શરુ થઇ જશે. રશિયાનો સરકારી સંરક્ષણ એકમ રોસોબોરોનએક્સપોર્ટના મહાનિર્દેશક અલેકસાન્દ્ર મીખીવએ આ જાણકારી આપી. ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં કરવામાં આવેલા ફેક્ટરીમાં તેને બનાવવામાં આવશે. 

મીખીવે કહ્યું, અમારી યોજનાઓમાં ભારતમાં પ્રસિદ્ધ રશિયા અસોલ્ટ રાઇફલોના ઉત્પાદનના 100 ટકા સ્થાનિયકરણનો સમાવેશ થાય છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારત અને રશિયાનું આ સંયુક્ત સાહસ ભવિષ્યમાં વધુ ઉત્પાદન કરી શકે છે. કંપની ગુજરાતના ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર  ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં પણ ભાગ લઈ રહી છે.

સેના અને અન્ય એજન્સીઓને આપવા અંગે ચર્ચા

રોસોબોરોનએક્સપોર્ટના એક નિવેદન અનુસાર, ડેફએક્સપો કાર્યક્રમમાં કંપની અસોલ્ટ રાઇફલ્સને મેચ કરવા માટે સેનાના જવાનોના હથિયારો સજાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા. અન્ય વધારાના આધુનિક ઉપકરણોની એક વિશાળ શ્રેણી રજૂ કરશે. કંપની સશસ્ત્ર દળો અને દેશની અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ માટે AK-203ના ઉત્પાદન અને સપ્લાય અંગે પણ ચર્ચા કરશે.   

ભારત અને બ્રિટેનના સંરક્ષણ ઉદ્યોગોએ સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી

ભારત અને બ્રિટેનના સંરક્ષણ ઉદ્યોગ સંગઠનોએ પરસ્પર સહયોગને વધુ અસરકારક બનાવવા માટે એક નવા સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી છે. બ્રિટિશ ઉચ્ચ આયોગે કહ્યું કે આ પહેલને બ્રિટિશ સરકારનું સમર્થન પણ મળ્યું છે. આ જૂથની રચના બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા માટે કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post