• Home
  • News
  • ઉત્તર કોરિયા પાસેથી અનાજના બદલે હથિયાર લેશે રશિયા:અમેરિકાનો દાવો- ડીલ કરવા જશે રશિયાના અધિકારીઓ, કિમ જોંગ ઉનના દેશમાં અન્નની અછત
post

2022માં ઉત્તર કોરિયાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અનાજની અછતને પૂર્ણ કરવા માટે કિમ જોંગ ઉને લોકોને ઓછું ખોરાક ખાવા માટે કહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 12:52:02

યુક્રેન યુદ્ધમાં હથિયારોની અછતને દૂર કરવા માટે રશિયા હવે ઉત્તર કોરિયાની મદદ લેવા જઈ રહ્યું છે. અમેરિકાની નેશનલ સિક્યોરિટીના પ્રવક્તા જોન કિર્બીએ આ દાવો કર્યો છે. કિર્બી મુજબ રશિયા ઉત્તર કોરિયાને હથિયારના બદલે અનાજ આપવા જઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે તેને લઈ ટૂંક સમયમાં જ એક ડીલ થઈ શકે છે. જોન કિર્બીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચે આ ડીલ કરાવવા માટે રશિયા એક ડેલિગેશનને ઉત્તર કોરિયા મોકલશે. તેમણે જણાવ્યું કે અમેરિકા આ સંભવિત ડીલ પર સતત નજર રાખી રહ્યું છે.

રશિયા-ઉત્તર કોરિયા વચ્ચેની ડીલ UNSCના નિયણો વિરુદ્ધ
જોન કિર્બીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે થનારી ડીલ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદના નિયમો વિરુદ્ધ છે.

અગાઉ અમેરિકાએ સ્લોવાકિયાની વ્યક્તિ પર આરોપ લગાવ્યો હતો કે, તે યુક્રેનમાં યુદ્ધ લડવા માટે રશિયાને ઉત્તર કોરિયા પાસેથી હથિયાર અપાવી રહ્યું છે. ગુરુવારે અમેરિકાએ એશોત માક્રચેવ નામના આ યુવક પર સેંક્શન્સ એટલે પ્રતિબંધ પણ લગાવી દીધા હતા.

અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે, એશોતે 2022ના અંત અને 2023ની શરૂઆતના મહિનામાં રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે હથિયારોને લઈ એક ડીલ કરાવી હતી. હથિયાર આપવા બદલ રશિયાએ ઉત્તર કોરિયાને કેશ, કોમર્શિયલ એરક્રાફ્ટ અને કાચો માલ આપ્યો હતો.

1990થી ખોરાકની અછત સામે સંઘર્ષ કરી રહ્યું છે ઉત્તર કોરિયા
BBC
ના અહેવાલ મુજબ, ઉત્તર કોરિયામાં 1990ના દાયકામાં ખતરનાક દુકાળ પડ્યો હતો. ત્યારથી ત્યાં ખાદ્ય વસ્તુની અછત છે. ફેબ્રુઆરીમાં નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે, અનાજના ઉત્પાદનમાં ઘટ થવાના કારણે ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ વધુ ઘેરુ બની રહ્યું છે. ખરાબ વાતાવરણ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે ત્યાં સ્થિતિ સતત બગડી રહી છે.

દક્ષિણ કોરિયાની સેટેલાઇટ તસવીર પરથી બતાવવામાં આવ્યું હતું કે, ઉત્તર કોરિયામાં વર્ષ 2022માં 2021ની સરખામણીમાં 18 હજાર ટન અનાજનું ઉત્પાદન ઓછું થયું હતું.

કિમ જોંગે લોકોને ઓછું ખોરાક ખાવાનો આદેશ આપ્યો હતો
2022
માં ઉત્તર કોરિયાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અનાજની અછતને પૂર્ણ કરવા માટે કિમ જોંગ ઉને લોકોને ઓછું ખોરાક ખાવા માટે કહ્યું છે. ઉત્તર કોરિયાની સરકારી મીડિયા મુજબ, કોરિયા વર્કર્સ પાર્ટી (WPK)ની બેઠકમાં કિમ જોંગે જણાવ્યું હતું કે, હવે દેશમાં ફેક્ટરીઓ લગાવવાનું કામ થશે અને લોકોના જીવનમાં સુધાર લાવવામાં આવશે. હાલ દેશ 'જીવન અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે.'

મીડિયાએ કિમની જે તસવીર જાહેર કરી છે, તેમાં તે પહેલાંની સરખામણીમાં ખૂબજ પાતળો લાગી રહ્યો હતો. સરકારી અધિકારીઓ મુજબ, દેશમાં ખાદ્ય વસ્તુની અછતને જોતા કિમ જોંગે પોતાની ખોરાક ઓછી કરી દીધી હતી. તેની સાથે તેમણે સ્થિતિ સામાન્ય થવા સુધી દેશના લોકોને પણ ઓછું ખોરાક ખાવાના આદેશ આપ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post