• Home
  • News
  • Ruturaj Gaikwad ફરી રચ્યો ઈતિહાસ, 9 ઈનિંગમાં 7મી સદી ફટકારી, વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો
post

વિજય હજારે ટ્રોફી 2022માં ઋતુરાજ ગાયકવાડે સેમી ફાઇનલમાં આસામ સામે સદી ફટકારી, ક્વાર્ટર ફાઇનલમાં બેવડી સદી ફટકારી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 19:31:36

ઋતુરાજ ગાયકવાડને જયારથી ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો છે ત્યારથી આ ખેલાડી સતત રનનો વરસાદ કરી રહ્યો છે. ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમા બેવડી સદી ફટકાર્યા બાદ હવે સેમીફાઈનલમાં પણ સદી ફટકારી છે. મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે આસામ વિરુદ્ધ 88 બોલમાં સદી ફટકારી છે. ગાયકવાડે 168 રનની શાનદાર ઈનિગ્સ રમી છે. તેના બેટમાંથી 6 સિક્સ અને 14 ચોગ્ગા નીકળ્યા 

ઋતુરાજ ગાયકવાડે લિસ્ટ એ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. તે દુનિયાનો પ્રથમ બેટસમેન છે જેનું આ ફોર્મેટમાં 60થી વધુની બેટિંગની સરેરાશ છે. ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં ગત્ત 9 ઈનિગ્સમાં 7 સદી ફટકારી છે. જેમાંથી એક તો બેવડી સદી છે.

ગાયકવાડે ગત્ત મેચમાં ઉત્તરપ્રદેશ વિરુદ્ધ અણનમ 220 રનની ઈનિગ્સ રમી હતી. આ બેટસમેને તે મેચમાં સતત 7 સિક્સ ફટકારી હતી. ગાયકવાડે યુપી વિરુદ્ધ 16 સિક્સ અને 10 ચોગ્ગા ફટકાર્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post