• Home
  • News
  • સાબરમતી નદી ગાંડીતૂર:ઈડરનું સપ્તેશ્વર મંદિર અડધું ડૂબ્યું; ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ભક્તો જીવના જોખમે જોવા ઊમટ્યા
post

તંત્ર દ્વારા પાણી છોડાતાં કાંઠા વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 18:15:52

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે નદી બંને કાંઠે વહી રહી છે. નદીમાં થયેલી પાણીની આવકને કારણે ઈડરમાં આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર અડધું પાણીમાં ગરકાવ થયું છે. પાણીનો પ્રવાહ જોતાં મંદિર આખું પાણીમાં પણ ગરકાવ થઈ શકે છે. લોકો મંદિરમાં હાલ આ નજારો જોવા મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં મંદિર ડૂબ્યું
હાલ ધરોઈ ડેમ ફુલ હોવાથી એમાંથી મોટી માત્રામાં પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. પરિણામે, નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લીધે કાંઠા પર આવેલું સપ્તેશ્વર મંદિરની આગળનો કુંડ અને ગર્ભ ગૃહ પાણીમાં ડૂબ્યા છે.

લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ
તંત્ર દ્વારા પાણી છોડાતાં કાંઠા વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એમ છતાં લોકો જોખમી રીતે નદીનો પ્રવાહ જોવા નદીકિનારે જઈ રહ્યા છે, જેથી કરીને ડૂબવાનો પણ ભય રહેલો છે. આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય એ માટે તંત્રએ લોકોને અપીલ કરી છે કે નદી કિનારાના વિસ્તારોથી હાલ દૂર રહે.

 

adv

Related News

post
post
post
post
post
post
post