• Home
  • News
  • સચિનને લોરેસ સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડ, મેસી અને હેમિલ્ટન સંયુક્તપણે સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે પસંદ થયા
post

સચિન તેંડુલકરને 2011 વર્લ્ડ કપ વિનિંગ મોમેન્ટ માટે આ એવોર્ડ મળ્યો, ખેલાડીઓએ ખભા પર ફરાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 10:30:06

સચિન તેંડુલકરને 2011 વર્લ્ડ કપ વિનિંગ મોમેન્ટ માટે મંગળવારે લોરેસ સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડ મળ્યો હતો. સચિનની આ મોમેન્ટને "કેરીડ ઓન ધ શોલ્ડર્સ ઓફ અ નેશનલ' શીર્ષક આપવામાં આવ્યું છે. તે સાથે જ સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી અને ફોર્મુલા વન ડ્રાઈવર લુઈસ હેમિલ્ટનને સંયુક્તપણે સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતે 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો.

 

ફાઇનલ જીત્યા પછી ખેલાડીઓએ સચિનને ખભે બેસાડીને મેદાન પર 'લેપ ઓફ ઓનર' લગાવ્યો હતો. આ તસ્વીરને સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડ માટે સૌથી વધુ વોટ મળ્યા હતા. તે સચિનનો છઠો વર્લ્ડ કપ હતો. તે પહેલા સચિન 2003ની ફાઇનલમાં રમ્યો હતો, પરંતુ ત્યારે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


લોરેસ એવોર્ડ માટે 20 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું
6
વારના ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયન હેમિલ્ટન અને 6 વારના ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યર મેસી વચ્ચે વોટિંગનો મુકાબલો ટાઈ થયો હતો. લોરેસ એવોર્ડના 20 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે. તે પછી સ્પોર્ટીંગ જ્યૂરીએ બંનેને સંયુક્તપણે એવોર્ડ આપ્યો હતો. મેસી આ એવોર્ડ જીતનાર પ્રથમ ફૂટબોલર છે.


અન્ય એવોર્ડ

·         અમેરિકન જિમ્નાસ્ટ સિમોને બિલેસે 4 વર્ષમાં ત્રીજીવાર લોરેસ સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ જીત્યો. આવું એવોર્ડના ઇતિહાસમાં પ્રથમ વાર થયું છે.

·         અમેરિકાની જ સ્નોબોર્ડર ક્લોઈ કિમને લોરેસ વર્લ્ડ એક્શન સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે આ એવોર્ડ સતત બીજા વર્ષે જીત્યો છે.

·         દિવ્યાંગ વર્ગમાં લોરેસ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યરનું સમ્માન અમેરિકાની સ્કાઇન્ગ ચેમ્પિયન ઓકસાના માસ્ટર્સને મળ્યું. તેણે વર્લ્ડ પેરા નોર્ડિક સ્કાઇન્ગ ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ અને 1 સિલ્વર જીત્યો હતો.

·         ન્યુયોર્કના ફૂટબોલ પ્રોગ્રામ સાઉથ બ્રોન્સ યુનાઇટેડને સપોર્ટ ફોર ગુડ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. આ પ્રોગ્રામ દ્વારા યુવાઓને ફૂટબોલની શિક્ષા આપવામાં આવે છે.

·         2019 રગ્બી વર્લ્ડ કપ જીતનાર દક્ષિણ આફ્રિકાને બીજીવાર લોરેસ વર્લ્ડ ટીમ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. તેણે ફૂટબોલ ક્લબ લિવરપૂલ અને અમેરિકાની મહિલા ફૂટબોલ ટીમને પાછળ છોડ્યા.

·         જર્મનીની ફોર્મ્યુલા-3 ડ્રાઈવર સોફિયા ફ્લોસર્ચને વર્લ્ડ કમબેક ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. સોફિયાને મકાઉ ગ્રાન્ડ પ્રિક્સ ટૂર્નામેન્ટમાં અકસ્માત પછી ગંભીર ઇજા થઇ હતી. તેમાંથી બહાર આવીને તેણે વાપસી કરી હતી.

·         વર્લ્ડ બ્રેકથ્રુ ઓફ ધ યર એવોર્ડ કોલિમ્બિયાની સાઇકલિસ્ટ એગન બર્નાલને મળ્યો હતો. તે ટૂર ડી ફ્રાન્સ ટૂર્નામેન્ટ જીતનાર સૌથી યુવા સાઇકલિસ્ટ છે.


લોરેસ એવોર્ડ શું છે?

આ રમતની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંથી એક છે. 1999માં લોરેસ સ્પોટ ફોર ગુડ ફાઉન્ડેશનના ડેમલર અને રિચીમોન્ટે આની શરૂઆત કરી હતી. સૌથી પહેલા 25 મે 2000ના રોજ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. તેમાં 13 અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડમાં પ્રમુખ કેટેગરી લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધયર, લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર, લોરેસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર, લોરેસ વર્લ્ડ કમબેક ઓફ ધ યર અને લોરેસ બ્રેકથ્રુ ઓફ ધ યરનો એવોર્ડ છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post