• Home
  • News
  • 'સાંપ્રદાયિક નફરત ફેલાવી રહ્યા છે રાજ્યપાલ' બર્ખાસ્ત કરો, તમિલનાડુની સત્તારૂઢ પાર્ટીએ રાષ્ટ્રપતિને સોંપ્યુ મેમોરેન્ડમ
post

મેમોરેન્ડમમાં આર.એન રવિ પર સાર્વજનિક રીતે ખતરનાક, વિભાજનકારી, ધાર્મિક નિવેદનો કરવાનો આક્ષેપ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-09 18:44:14

નવી દિલ્હી: તમિલનાડુની સત્તારૂઢ પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ (SPA) ના સાંસદોએ બુધવારના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. આ મેમોરેન્ડમમાં રાજ્યપાલ આર.એન રવિને 'બરખાસ્ત' કરવાની માંગણી હતી. સાંસદોએ રાજ્યપાલને કથિત રીતે દેશદ્રોહી અને સાંપ્રદાયિક નિવેદનો અને તેમની ફરજોમાં નિષ્ફળતા બદલ તેમના પદ પરથી હટાવવાની માંગણી કરી હતી. રાજ્યમાં સત્તારૂઢ ગઠબંધનના વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને રાજ્યપાલ સાથે ટકરાવ થઈ રહ્યો છે. 

2 નવેમ્બર, 2022ના રોજ રાષ્ટ્રપતિ કાર્યાલયને મોકલવામાં આવેલા મેમોરેન્ડમમાં સત્તારૂઢ ગઠબંધને પેન્ડિંગ NEET બિલ સહિત રાજ્યપાસ સાથે સંબંધિત અનેક મુદ્દાઓને ઉઠાવ્યા છે. આ મેમોરેન્ડમમાં આર.એન રવિ પર સાર્વજનિક રીતે ખતરનાક, વિભાજનકારી, ધાર્મિક નિવેદનો કરવાનો આક્ષેપ લગાવ્યો હતો અને તેમને રાજ્યપાલ તરીકે અયોગ્ય ગણાવ્યા છે. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, તમામ કૃત્યો 'રાજ્યપાલને શોભતા નથી.' આ મેમોરેન્ડમ પર SPAના સાંસદોએ સહી કરી છે.  

સાંસદોએ 9 પાનાના મેમોરેન્ડમમાં કહ્યું હતું કે, 'શ્રી આર.એન. રવિએ બંધારણ તથા કાયદાની રક્ષા કરવા તથા તમિલનાડુના લોકોની સેવા અને ભલાઈ માટે પોતાને સમર્પિત કરવા માટે કલમ 159 હેઠળ લીધેલા શપથનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન કર્યું છે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'તેઓ સાંપ્રદાયિક નફરત ભડકાવી રહ્યા છે અને રાજ્યની શાંતિ માટે જોખમી છે.... તેથી, પોતાના આચરણ તથા કાર્યો દ્વારા આર.એન. રવિએ સાબિત કર્યું છે કે તેઓ રાજ્યપાલના બંધારણીય પદ માટે યોગ્ય નથી અને તેમને તાત્કાલિક બર્ખાસ્ત કરવા જોઈએ.

adv

Related News

post
post
post
post
post
post
post