• Home
  • News
  • પોલેન્ડની રાજધાની વોર્સોમાં અભ્યાસ કરતા ગુજરાતના સાગર મહેતાનું કોરોનામાં મોત, અંતિમ ક્ષણે જે નોવેલ વાંચતો હતો તે છાતી પર જ હતી
post

યુરોપિયન દેશની રાજધાનીમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીના મોતનો સંભવિત પ્રથમ કિસ્સો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-15 10:37:46

યુરોપિયન દેશ પોલેન્ડની રાજધાની વોર્સોમાં ગુજરાતના સાગર મહેતા (ઉં.વ.29)નું કોરોનામાં મોત નીપજ્યું હતું. કોરોનામાં ત્યાંની યુનિવર્સિટીમાં ભણતા કોઇ ગુજરાતી વિદ્યાર્થી યુવાનનું મોત થયું હોય તેવો સંભવત: પ્રથમ કિસ્સો છે. એક અઠવાડિયાની જહેમત બાદ તેનાં પરિવારજનોને પોલેન્ડ જવાની વ્યવસ્થા થઇ શકી છે.

સાગર મહેતા વોર્સો સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરતો હતો. મૂળે ભાવનગરના સાગર મહેતાની સગાઇ વડોદરામાં થઇ હતી. તેના પરિવારના નજીકના અશોકભાઇ ધ્રુવે જણાવ્યું કે, ‘તેને કોરોના થયો ત્યારે પરિવારજનોને જાણ કરી હતી. કોરોનામાંથી રિકવર થવા આવ્યો હતો. તે રૂમમાંથી નીકળતો જ ન હતો અને દવા લઇ રહ્યો હતો. અચાનક જ તેના મૃત્યુ અંગેની જાણ કરાઈ હતી. તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેવી શક્યતા છે.

સાગર અભ્યાસની સાથે સ્થાનિક બીપીઓમાં નોકરી કરતો હતો. તેની બહેન વોર્સોમાં જ ગૂગલ કંપનીમાં જોબ કરે છે. મૃત્યુ બાદ તેની સાથે કામ કરતા 50 ગુજરાતી મિત્રોએ વિશેષ અભિયાન ચલાવીને રૂ.12 લાખ ભેગા કર્યા છે.

જે નોવેલ વાંચતો હતો તે છાતી પર જ હતી
તેના પિતા પ્રશાંતભાઇ મહેતાએ જણાવ્યું કે, ‘તેનો વાંચન પ્રેમ એટલો હતો કે તેના મિત્રે તેને ઉઠાડવાનો પ્રયાસ સવારે કર્યો ત્યારે નોવેલ તેની છાતી પર હતી અને ચશ્મા પણ પહેરેલાં હતા. તેની એક્ઝામ પૂરી થઇ ગઇ હતી અને મે મહિનામાં તે ભાવનગર આવવાનો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post