• Home
  • News
  • ડ્રગ્સનું દૂષણ:સુરતમાં ડ્રગ્સનું હોટસ્પોટ સલાબતપુરા, શહેરના 8 વિસ્તારમાં પાણીની જેમ મળે છે
post

સલાબતપુરા, મીઠીખાડી અને રાંદેર વિસ્તારમાં ડ્રગ્સનું વધુ દૂષણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-03 15:14:26

શહેર પોલીસ કમિશનર અજય તોમરે ચાર્જ સંભાળ્યા બાદ ડ્રગ્સ-ગાંજાને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કરોડોનું ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મેગા ઓપરેશનને કારણે ગાંજો અને ડ્રગ્સમાફિયામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે સુરત શહેરમાં ડ્રગ્સનું હોટસ્પોટ એવા સલાબતપુરા સહિતના 8 વિસ્તારમાં ડ્રગ્સ પાણી જેમ મળતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મેગા ઓપરેશનમાં સૌથી મોટો 1.33 કરોડનો જથ્થો ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચે ગત 22 સપ્ટેમ્બરના રોજ મેગા ઓપરેશન દરમિયાન કુલ 1.33 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, જેમાં ડુમસ રોડ કુવાડા ટી પોઈન્ટથી ભીમપોર તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી મરુન કલરની કારમાંથી રાંદેરના મોહંમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરી પાસેથી 1,01,18,2000ની કિંમતનું 1 કિલો 11.82 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતો. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી પૂછપરછમાં સુરતમાં આ ધંધામાં સંકેત અને આદિલ તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સંકેતને MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો, તે જ્યાં MD ડ્રગ્સ બનાવતો હતો એ કડોદરાના યુનિટ પર પણ છાપો મારી કાર્યવાહી કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આદિલ સલીમ નૂરાનીને કડોદરા ખાતેથી ઝડપી લીધો હતો.

8 વિસ્તારમાં ડ્રગ્સ પાણીની જેમ મળે
શહેરના સલાબતપુરા વિસ્તારના ચીમની ટેકરા, કિન્નરી, ભાઠેના, ખરવર નગર, મીઠીખાડી લીંબાયત વિસ્તાર, નવસારી બજાર, ગોપી તળાવ, રાંદેર સહિતના વિસ્તારમાં ડ્રગ્સ પાણીની જેમ મળે છે.

મેગા ઓપરેશનમાં આઠ ઝડપાયા
ડ્રગ્સની આખી ચેનલ પકડવા ક્રાઇમ બ્રાંચે સલમાન ઉર્ફે અમન ઝવેરીને પકડ્યા પછી સંકેત અસલાલિયા, ત્યાર બાદ સૂફિયાન ઉર્ફે બાબા મેમણ, પ્રજ્ઞેશ ઠુમ્મર, મનોજ ભગત અને હવે આદિલ નૂરાનીને પકડ્યો છે. બીજા કેસમાં વિનય ઉર્ફે બંટી પટેલ અને મુંબઈનો રોહન ઝા પકડાયો હતો, જ્યારે આ કેસમાં મુંબઈના ઉસ્માન શેખને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

પહેલો કેસઃ રાંદેરનું દંપતી ડ્રગ્સ સાથે ઝડપાયું
22
ઓગસ્ટના રોજ રાંદેર કોઝવે પાસે રાજુનગરમાં રહેતા મોહંમદ સલીમ મોહંમદ સફી મેમણ અને તેની પત્ની જોહરાબીબી મેમણની 9 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ રૂ.45 હજાર અને મોબાઇલ મળી 65 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. બન્ને જણા છેલ્લા એકાદ વર્ષથી ઘરે એમ.ડીનું વેચાણ કરતા હતા. દંપતીએ ગ્રાહકોને શોધવા જવાની પણ જરૂર ન હતી, કેમ કે નશાખોરો સામેથી તેના ઘરે આવી કોડવર્ડમાં રજનીગંધા છે કહેતા અને કાયમ આવતા હોય એટલે ઓળખીતા હોવાથી પડીકી આપી દેતા હતા. એક એમ.ડી.ડ્રગ્સની 0.25 મિલીના 800 રૂપિયા અને 0.50 મિલીના 1500-1600 રૂપિયા લેતા હતા.

બીજો કેસઃ ડ્રગ્સ સાથે બાઈક પર જતાં બે ઝડપાયા
સુરત શહેર એસ.ઓ.જી.એ. કડોદરા રોડ, સરદાર માર્કેટ પાસેથી મોટરસાઇકલ પર શહેરમાં પ્રવેશતા બે યુવાનો મુસ્તુફા જોહર વાણા ( ઉં.વ.36, રહે. મકાન નં.4/4729, તૈયબી મહોલ્લો, જૂની બૂરહાની હોસ્પિટલ પાસે, ઝાંપાબજાર, સુરત ) અને ઇમ્તિયાઝ ઉર્ફે લાલા ફિરોજ મલેક ( ઉં.વ.30, રહે. ફ્લેટ નં. 104, બૂરહાની એપાર્ટમેન્ટ, ઘર નં.4/4747, તૈયબી મહોલ્લો, જૂની બૂરહાની હોસ્પિટલ પાસે, ઝાંપાબજાર, સુરત )ને અટકાવી તેમની જડતી લેતાં તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો રૂ.5 લાખની કિંમતનો 100 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. એસ.ઓ.જી.એ તેમની પાસેથી મોટરસાઇકલ, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.5.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સનો જથ્થો મગાવનાર અને આપનાર ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલા યુવાનો પૈકી ઇમ્તિયાઝ ઉર્ફે લાલા વર્ષ 2019માં 39 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો.

ત્રીજો કેસઃ ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં દરોડા પાડી ડ્રગ્સ ઝડપ્યું
10
સપ્ટેમ્બરના રોજ ડિંડોલી રામીપાર્કની સામે રિઝન્ટ પ્લાઝામાં આવેલી એ.જે. ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે ડુમસ રોડ પર એસએમસી આવાસમાં રહેતો દેબઆશિષ ઉર્ફે સન્ની અજિત ચૌધરી, ઉધના મીરાનગર સોસાયટીમાં રહેતા અનિલ કાલુરામ પ્રજાપતિને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બન્ને આરોપી પાસેથી રૂપિયા 3.23 લાખના 60.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનારા ઈસ્તિયાઝ ઉર્ફે લાલા ફિરોજ મલેકને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ડિંડોલી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ચોથો કેસઃ ડિલિવરી આપવા એક્ટિવા પર જતો યુવક ઝડપાયો
19
સપ્ટેમ્બરના રોજ ખટોદરા સોહમ સર્કલ પાસેથી ખટોદરા પોલીસે એમ.ડી. ડ્રગ્સની ડિલિવરી આપવા એક્ટિવા ઉપર નીકળેલા રાંદેરના યુવાનને રૂ.1 લાખની મતાના 20 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. રાંદેર મોરાભાગળના યાકીબ ઉર્ફે સોહેલે કોસાડ આવાસના ઇમરાન પાસેથી ડ્રગ્સ વેચવા માટે ખરીદ્યું હતું અને ઝીપ બેગમાં વેચવા નીકળ્યો ત્યારે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ, રોકડા રૂ.6390, મોબાઈલ ફોન અને એક્ટિવા મળી કુલ રૂ.1.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પાંચમો કેસઃ ડુમસથી કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે સલમાન ઝડપાયો
22 સપ્ટેમ્બરના રોજ ડુસમ ગામના રોડથી કુવાડા ટી પોઈન્ટ પાસેથી સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરી (રહે. એ-203 આશિયાના કોમ્પ્લેક્સ અડાજણ પાટિયાસ ન્યૂ રાંદેર રોડ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સાથે સંડોવાયેલા આદિલને પાંચ દિવસની શોધખોળ બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો. સલમાન પાસેથી પોલીસે 1011.82 ગ્રામ MD ડ્રગ્સ, જેની કિંમત અંદાજે 1,01,18,200 તથા મોબાઈલ ફોન નંગ 5 કુલ કિંમત 38,000 તથા રોકડા રૂપિયા 12,710 તથા ડિજિટલ વંજન કાંટા નંગ-2 તથા કાર સહિત કુલ 1,04,19,410ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

છઠ્ઠો કેસઃ વરાછામાંથી બન્ટી ઝડપાયો
22 સપ્ટેમ્બરના રોજ વરાછા ભવાની સર્કલ નજીક પટેલનગરના નાકે જાહેરમાંથી આરોપી વિનય ઉર્ફે બન્ટી કિશોરભાઈ પટેલ (રહે. ઘર નંબર એ-24 પટેલનગર, ભવાની સર્કલ નજીક, વરાછા) મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો હતો, જ્યારે રોહન (રહે. બોરવલી-મુંબઈ)ને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી કુલ 17.5 ગ્રામ અંદાજે કિંમત 1,75, 000 નાનીમોટી ખાલી કોથળિયો નંગ 26, મોબાઈલ, કાર મળી કુલ 8,90,000નો મુદ્દામાલ જ્પ્ત લીધો હતો.

સાતમો કેસઃ સરથાણાથી સંકેતને ઝડપી લેવાયો
22 સપ્ટેમ્બરના રોજ ડીસીબીએ સરથાણા કેનાલ રોડ પર આવેલા પુણા સિમટાના શાયોના પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 107,108માંથી સંકેત શૈલેશ અસલાલિયા (રહે. એફ-202, રામેશ્વરમ રિજન્સી, વીઆઈપી સર્કલ પાસે ઉતરાણ, મૂળ રહે. છાભાડિયા રોડ, દામનગર, તા.લાઠી, જિ. અમરેલી)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 304.98 ગ્રામ જથ્થો, જેની કિંમત અંદાજે 30,49,800 તથા મોબાઈલ ફોન રોકડા મળી કુલ 31,22,360નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post