• Home
  • News
  • સલમાન રશ્દીની સ્થિતિ નાજુક:લેખકને વેન્ટિલેટર પર રાખ્યા છે, બોલી નથી શકતા; એક આંખની રોશની જવાની શક્યતા
post

શુક્રવારે રશ્દીના એક લાઈવ કાર્યક્રમ દરમિયાન 24 વર્ષના હાદી માતરે તેમના પર હુમલો કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-13 16:23:37

ન્યૂયોર્કમાં થયેલા જીવલેણ હુમલા પછી છેલ્લા 12 કલાકથી ભારતીય મૂળના બ્રિટિશ-અમેરિકન લેખક સલમાન રશ્દી વેન્ટિલેટર પર છે. તેમની સ્થિતિ નાજુક દર્શાવવામાં આવી છે. રશ્દીના એજન્ટ એન્ડ્રુ યીલે જણાવ્યું હતું કે તેઓ બિલકુલ બોલી નથી શકતા અને તેમની એક આંખ પણ જઈ શકે છે. તેમના લિવરમાં પણ ગંભીર ઈજા થઈ છે. એ સાથે જ હાથની નસ પણ કાપવામાં આવી છે.


શુક્રવારે રશ્દીના એક લાઈવ કાર્યક્રમ દરમિયાન 24 વર્ષના હાદી માતરે તેમના પર હુમલો કર્યો છે. માતરે તેમના ગળામાં 10-15 વાર ચપ્પાથી હુમલો કર્યો છે. ત્યાર પછી રશ્દીને એરલિફ્ટ કરીને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટરે અમેરિકન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રશ્દીના ગળા અને પેટ પર ચપ્પાના ઘણા ઘા છે, હવે તેમની સર્જરી કરવામાં આવી છે.


33 વર્ષ પહેલાં ઈરાનના ધાર્મિક નેતાએ એક ફતવો જાહેર કર્યો હતો. સલમાન મુસ્લિમ પરંપરાઓ પર લખેલા ઉપન્યાસ 'ધી સેતાનિક વર્સસ'ને કારણે હંમેશાં વિવાદમાં રહ્યા હતા. ઈરાનના ધાર્મિક નેતા અયાતુલ્લા ખોમૌનીએ 1989માં તેમના વિરુદ્ધ ફતવો જાહેર કર્યો હતો. આ હુમલાને તેની સાથે જ જોડીને જોવામાં આવે છે. જોકે ઈરાનના એક ડિપ્લોમેટે કહ્યું હતું કે અમારે આ હુમલા સાથે કોઈ લેવા દેવા નથી.


ઉપન્યાસ 'ધી સેતાનિક વર્સસ'માં પયગંબરનું અપમાન કરવાનો આરોપ
રશ્દીનો જન્મ 19 જૂન 1947માં મુંબઈમાં થયો હતો. 75 વર્ષના રશ્દીએ તેમના પુસ્તકથી ઓળખ મેળવી છે. તેમના બીજા ઉપન્યાસ 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' માટે 1981માં 'બુકર પ્રાઇઝ' અને 1983માં 'બેસ્ટ ઓફ ધી બુકર્સ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રશ્દીએ લેખક તરીકે 1975માં તેમનો પહેલો ઉપન્યાસ 'ગ્રાઈમ્સ' લખ્યો હતો.


રશ્દીને ઓળખ તેમના બીજા ઉપન્યાસ મિડનાઈટ્સ ચિલ્ડ્રનથી મળી હતી. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. એમાં ધી જેગુઆર સ્માઈલ, ધી મુર્સ લાસ્ટ સાઈ, ધી ગ્રાઉન્ડ બિનિથ હર ફિટ અને શાલિમાર ધી ક્લાઉન સામેલ છે. સૌથી વધારે 'ધી સેતાનિક વર્સસ' ચર્ચામાં રહી હતી.


ભારત સહિત ઘણા દેશોમાં 'ધી સેતાનિક વર્સસપર પ્રતિબંધ
'
ધી સેતાનિક વર્સસ' સલમાન રશ્દીનો ચોથો ઉપન્યાસ છે. ભારત અને દુનિયાના ઘણાં દેશોમાં આ ઉપન્યાસ પર પ્રતિબંધ છે. તે 1988માં પ્રકાશિત થયો હતો. રશ્દી પર પયગંબર મોહમ્મદ સાહેબના અપમાનનો આરોપ છે.


ઉપન્યાસને કારણે હત્યા અને હુમલા પણ થયા
'ધી સેતાનિક વર્સસ'ના જાપાની ટ્રાન્સલેટર હિતોશી ઈગારાશીની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઈટાલિયન ટ્રાન્સલેટર અને નોર્વેના પબ્લિશર પણ હુમલા થયા હતા. રશ્દીના વખાણ કરનાર દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળની મહિલા લેખક જૈનબ પ્રિયા પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પ્રિયાના ગળા પર ચપ્પાથી હુમલો કર્યો હતો. અને ઈંટથી ચહેરો છૂંદી નાખ્યો હતો. ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં જ્યારે રશ્દીને પૂછવામાં આવ્યું કે તેમનું જીવન કેવું ચાલે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે જવા દો, મને તો મારું જીવન જીવવાનું જ છે.

રશ્દીના કાર્યક્રમમાં 4 હજાર લોકો સામેલ હતા
રશ્દી જે હોલમાં લેક્ચર આપતા હતા ત્યાં અંદાજે 4 હજાર લોકો હાજર હતા. રશ્દી અંદાજે 10 વર્ષથી પોલીસ પ્રોટેક્શનમાં છે. 1988માં ત્યારના ઈરાની રાષ્ટ્રપતિ મોહમ્મદ ખાતીમે કહ્યું કે- હવે અમે રશ્દીની હત્યા કરાશે તે વાતનું સમર્થન નથી કરતાં. જોકે તેમ છતાં ફતવો પરત લેવામાં આવ્યો નહતો. રશ્દીએ આ વિશે એક સંસ્મરણ 'જોસેફ એંટન' પણ લખ્યું છે. ત્યાર પછી રશ્દી ન્યૂયોર્કમાં શાંતિથી જીવતા હતા. 2019માં તેમણે તેમનો એક ઉપન્યાસ ક્વિહોતે લખ્યો હતો.

રશ્દીએ કર્યા છે 4 વાર લગ્ન
રશ્દી તેમના અફેર્સને કારણે પણ હંમેશાં ચર્ચામાં રહ્યા છે. તેમનાં 4 વાર લગ્ન થયાં છે. લગ્નના અમુક સમય પછી જ તેઓ બ્રિટન જતા રહ્યા હતા. ઇંગ્લેન્ડની રગ્બી સ્કૂલમાં તેઓ પ્રાઈમરીનું ભણ્યા છે. ત્યાર પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સાહિત્યકાર બનતાં પહેલાં એડ એજન્સીઓમાં કોપી-રાઈટરનું કામ પણ કરી ચૂક્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post