• Home
  • News
  • નર્સની હિંમતને સલામ:બ્રાઝિલની નર્સે કોરોના દર્દીઓને માનવ સ્પર્શ આપવાની અનોખી રીત શોધી કાઢી, સોશિયલ મીડિયા પર તસવીર વાઈરલ થઈ
post

નર્સની સેવાભાવનો આવો જ એક કિસ્સો બ્રાઝિલમાં સામે આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 12:05:05

સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈરસના ફેલાયેલા સંક્રમણના કારણે દરરોજ હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો એકબીજાની સાથે આવવા માટે ઘણી રીતો શોધી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં એડમિટ દર્દીઓની સંભાળ રાખતા ફ્રન્ટ લાઈન વર્કર્સ એટલે કે ડૉક્ટર્સ અને નર્સ કોરોનાથી સંક્રમિત દર્દીઓની દિવસ-રાત સંભાળ રાખી રહ્યા છે.

બ્રાઝિલની હોસ્પિટલનો કિસ્સો
નર્સની સેવાભાવનો આવો જ એક કિસ્સો બ્રાઝિલમાં સામે આવ્યો છે. દર્દી એકલતા ન અનુભવે તે માટે બ્રાઝિલમાં કોરોનાવાઈરસનો સામનો કરી રહેલા દર્દીઓને રાહત આપવા માટે એક હોસ્પિટલમાં નર્સોએ અનોખી રીત શોધી છે. આ નર્સે બે ગ્લવ્ઝને એકબીજા સાથે બાંધીને તેમની અંદર હળવું ગરમ પાણી ભરી દીધું. તેને તે દર્દીના હાથ પર મૂકી દીધા, જેથી દર્દીને એકલતાનો અહેસાસ ન થાય.

સોશિયલ મીડિયા પર આ સમાચાર વાઈરલ થતાં જ આ નર્સની ઘણી પ્રશંસા થઈ રહી છે. ગલ્ફ ન્યૂઝના ઓપિનિયન એડિટર સમીર ભટ્ટે નર્સ વિશે પોતાના ટ્વિટર અકાઉન્ટર દ્વારા જાણકારી આપી. તેમાં તેમણે લખ્યું હતું, ઈશ્વરનો હાથ- બ્રાઝિલના કોવિડ આઈસોલેશન વોર્ડમાં એકલા પડેલા દર્દીઓને આરામ આપવા માટે નર્સો દ્વારા પ્રયાસ ચાલુ છે.

adv

Related News

post
post
post
post
post
post
post