• Home
  • News
  • સાનિયા મિર્ઝા ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ
post

સાનિયાએ પ્રથમ સેટ પછી મેડિકલ ટાઈમ આઉટ લીધો, પરંતુ ઇજામાં આરામ મળ્યો નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 10:14:20

સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઇ ગઈ છે. તે આજે ડબલ્સની પહેલી મેચમાં પોતાની જોડીદાર યૂક્રેનની નાદિયા કિચેનોક સાથે કોર્ટ પર ઉતરી હતી. તેનો મુકાબલો શિનયૂન હેન અને લિન જૂની ચાઈનીઝ જોડી સામે હતો. મેચ દરમિયાન સાનિયાને પિંડીની ઇજા ઉભરતા તેણે મુકાબલો છોડી દીધો હતો. તેણે મેચ છોડી ત્યારે ચાઈનીઝ જોડી 6-2થી પ્રથમ સેટ જીતી ચુકી હતી અને બીજામાં 1-0થી આગળ હતી.

સાનિયાને પ્રેક્ટિસમાં જમણા પગની પિંડીમાં ઇજા થઇ હતી. તે મેચમાં પટ્ટી બાંધીને ઉતરી હતી. તેને રમવામાં તકલીફ પડી રહી હતી. સાનિયાએ પ્રથમ સેટ પછી મેડિકલ ટાઈમ આઉટ લીધો હતો. જોકે તેમ છતાં તેને આરામ મળ્યો નહોતો. બીજી ગેમમાં પ્રથમ સેટ હાર્યા પછી તેણે હટવાનો નિર્ણય લીધો હતો.

રોહન બોપન્ના હવે નાદિયા કિચેનોક સાથે મિક્સ્ડ ડબલ્સમાં ઉતરશે

પહેલા સાનિયાએ ઓસ્ટ્રેલિયન ઓપનના મિક્સ્ડ ડબલ્સમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે રોહન બોપન્ના સાથે રમવાની હતી. રોહન હવે યૂક્રેનની નાદિયા કિચેનોક સાથે દાવેદારી રજૂ કરશે. બે વર્ષ પછી ટેનિસ કોર્ટમાં પરત ફરેલ ભારતીય ટેનિસ સ્ટારે ગયા અઠવાડિયે નાદિયા સાથે હોબાર્ટ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post