• Home
  • News
  • સંજય રાઉતની બળવાખોરોને ખુલ્લી ધમકી:રમત ના કરશો, શિવસેનામાં એક અલગ કેમિકલ છે; હાલ શિવસૈનિકો કરી રહ્યા છે તે તો ટ્રેલર પણ નથી
post

બીજેપી અને ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપી છે કે, તેઓ આ મુદ્દે દૂર જ રહે, નહીં તો સારુ પરિણામ નહીં આવે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 16:20:26

મુંબઈ: શિવસૈનિકોએ અત્યાર સુધી કંટ્રોલમાં છે. તેઓએ અમને પુછ્યું- શું કરીએ? અમે તેમને શાંત રહેવા કહ્યું છે. પરંતુ જો હવે તેઓ ગુસ્સે થશે તો મહારાષ્ટ્રમાં આગ લગાડી દેશે. આજે શિવસેના સંજય રાઉતે પાંચ દિવસથી મહારાષ્ટ્રમાં ચાલતી રાજકિય ખેંચતાણ વિશે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, એકનાશ શિંદે અને બળવાખોર જૂથ પાસે હજુ પણ સમય છે. તેઓ સમયસર ભાનમાં આવી જાય, સાથે તેમણે બીજેપી અને ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપી છે કે, તેઓ આ મુદ્દે દૂર જ રહે, નહીં તો સારુ પરિણામ નહીં આવે.

મહારાષ્ટ્ર આવો ખબર પડશે કે કોનામાં કેટલો દમ:
રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, એકનાથ શિંદેના બળવાખોર ધારાસભ્યોને મારે એટલું જ કહેવાનું છે કે, મહારાષ્ટ્ર આવો એટલે ખબર પડશે કે કોનામાં કેટલો દમ છે. હજી સમય છે, ભાનમાં આવી જાઓ. અમને વિશ્વાસ છે કે, જે ધારાસભ્ય મુંબઈ આવશે તેઓ અમારા પક્ષમાં આવી જશે. અમે શિવસૈનિકોને શાંત રહેવા કહ્યું છે. શિવસૈનિકો ઉકળી રહ્યા છે. જો એ લોકો ભડકી જશે, તો મહારાષ્ટ્ર ભડકે બળશે.

શિવસેના અલગ કેમિકલ છે, કેમિકલ લોચા છે:
શિવસૈનિકો ગુસ્સામાં છે. તેમને ખબર છે કે હવે ડંડાથી કામ નહીં થાય, તેથી લોકોએ પથ્થર હાથમાં ઉપાડી લીધા છે. અમે આ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ હવે આ બધુ નિયંત્રણ બહાર છે. લોકો રસ્તા પર આવી ગયા છે. શિવસેના બહુ અલગ વસ્તુ છે, અલગ કેમિકલ છે. આ કેમિકલ લોચો જ છે. એક વાર લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે તો કોઈના કંટ્રોલમાં નહીં રહે.

શિવસૈનિકો જે કરી રહ્યા છે તે હિંસા નથી. અન્યાયની સામે લોકો ગુસ્સામાં બહાર આવી ગયા છે તો આ તેમનો લાગણીઓનો આક્રોશ છે. ભાવનાઓનો વિસ્ફોટ થયો છે. અમારા ગૃહમંત્રી લોકોને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને શિવસૈનિકો હાલ જે કરી રહ્યા છે તે તો કશું જ નથી. આ તો ટ્રેલર પણ નથી. આ તો માત્ર ચેતવણી છે.

પૈસાથી કોઈ પાર્ટી હાઈજેક નથી થતી
આગળ સંજય રાઉતે કહ્યું છે કે, શિવસેનાને અહીં સુધી પહોંચાડવામાં અમે લોહી-પાણી એક કર્યા છે. એમ જ કોઈ પાર્ટીને હાઈજેક નહીં કરી શકે. પૈસા આપીને કોઈ પાર્ટી ના ખરીદી શકે. હજારો શિવસૈનિકો આજે ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં ઉભા છે. એનસીપી અને કોંગ્રેસ પૂરતી તાકાતથી શિવસેનાના પક્ષમાં છે. શિવસેના એક છે અને મજબૂત છે.

adv

Related News

post
post
post
post
post
post
post