• Home
  • News
  • મહારાષ્ટ્રમાં સરપંચે હવામાં 2 લાખ રૂપિયાનો વરસાદ કર્યો:BDOના ઓફિસરે 12% લાંચ માગી; વિરોધ દર્શાવવા નોટોની માળા પહેરીને પંચાયત સમિતિ સામે પ્રદર્શન કર્યું
post

સરપંચ સાબલેએ શુક્રવારે નોટોની માળા પહેરીને પંચાયત સમિતિ સામે પ્રદર્શન કરીને વિરોધ દર્શાવ્યો અને ભ્રષ્ટાચાર કરનાર લોકો ઉપર કાર્યવાહીની માગ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 11:45:18

મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના ગેવરાઈ પયાગા ગામના સરપંચ મંગેશે શુક્રવારે બપોરે પંચાયત સમિતિની સામે 2 લાખ રૂપિયાની નોટનો વરસાદ કર્યો હતો. હકીકતમાં એક પંચાયત સમિતિના અધિકારીએ કૂવાના બાંધકામની દરખાસ્ત મંજૂર કરાવવાના નામે કુલ બજેટના 12%ની લાંચની માગણી અંગે તે ગુસ્સે થયો હતો. આ ઘટનાક્રમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નોટો ઉડાડતો જોવા મળે છે.

સરપંચ મંગેશે જણાવ્યું હતું કે, પંચાયત સમિતિની કચેરીએ કૂવા, ઢોરના શેડ અને કેનાલ જેવા પ્રોજેક્ટ મંજૂર કરવા માટે લાંચની ચોક્કસ ટકાવારી નક્કી કરી છે. જેના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપેક્ષા થઈ રહી છે.

સરપંચે કહ્યું- જરૂરિયાત પડશે તો વધુ રૂપિયા લાવીને ઉડાડીશ
સરપંચ સાબલે શુક્રવારે નોટોની માળા પહેરીને પંચાયત સમિતિ સામે પ્રદર્શ કરી વિરોધ દર્શાવ્યો અને ભ્રષ્ટાચાર કરનાર લોકો ઉપર કાર્યવાહીની માગ કરી. વિરોધ દરમિયાન તેમણે લગભગ 2 લાખ રૂપિયા હવામાં ઉડાડી દીધા. સરપંચે એવું પણ કહ્યું કે જો જરૂરિયાત પડશે તો ગરીબ ખેડૂતો માટે તેઓ આ જ રીતે વધુ રૂપિયા લાવીને તેનો વરસાદ કરશે. આ દરમિયાન આસપાસના થોડાં બાળકો જમીન ઉપર પડેલી નોટને ઉપાડીને ભાગી ગયા અને થોડી નોટો ત્યાં જ પડી રહી.


બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે 12% લાંચ માગવાનો આરોપ
સાબલેએ જણાવ્યું કે તેમના ગામમાં કુવા માટે 20 દરખાસ્ત છે. બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) તે પ્રસ્તાવને મંજૂર કરવા માટે કુલ બજેટમાંથી 12% રૂપિયાની માગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બુધવારે જૂનિયર એન્જીનિયર ગાયકવાડ અને ગ્રામ રોજગાર સેવક 1 લાખ રૂપિયા લઇને BDO પાસે પહોંચ્યાં હતાં, પરંતુ તેમણે તે રૂપિયાને લેવાની ના પાડીને કહ્યું કે તેઓ 12% રૂપિયા જ લેશે. એટલે હું આજે અહીં 2 લાખ રૂપિયા લઇને આવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post