• Home
  • News
  • માઈક્રોસોફ્ટના CEOએ કહ્યું- ‘બહારના દેશની પ્રતિભાઓને સમર્થન ન આપવાનું વલણ ગ્લોબલ ગ્રોથ માટે જોખમરૂપ’
post

સત્યા નડેલાએ કહ્યું- કોઈ પણ દેશમાં બહારના લોકો ત્યારે જ જશે જ્યારે તેનું વાતાવરણ સારુ હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 08:54:00

દાવોસમાઈક્રોસેફ્ટના સીઈઓ સત્ય નડેલાનું કહેવું છે કે, બહારના દેશની પ્રતિભાઓને સમર્થન આપનાર દેશ ગ્લોબલ ટેક ઈન્ડસ્ટ્રીઝના ગ્રોથને જોખમમાં મુકી રહ્યો છે. સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પહોંચેલા નડેલાએ મંગળવારે બ્લૂમબર્ગ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, દરેક દેશ તેમના હિત વિશે ફરી વિચાર કરી રહ્યા છે. સારી વાત છે પરંતુ વિશે વધારે ટૂંકી વિચારધારા રાખવી જોઈએ. કોઈ દેશમાં બહારના લોકો ત્યારે જશે જ્યારે ત્યાનું વાતાવરણ અનુકૂળ હશે. નડેલાએ ચર્ચા દરમિયાન કોઈ દેશનું નામ નહતુ લીધું, પરંતુ થોડા દિવસ પહેલાં તેમણે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિશે અફસોસ વ્યક્ત કર્યો હતો.

નડેલાએ કહ્યું હતુ - કોઈ બાંગ્લાદેશી ઈન્ફોસિસનો સીઈઓ બનશે તો વધારે ખુશી થશે
નડેલાએ સીએએ વિશે ગયા સપ્તાહમાં કહ્યું હતું કે, ભારતમાં જે પણ કઈ થઈ રહ્યું છે તેનાથી દુખ થાય છે. કોઈ બાંગ્લાદેશી ભારત આવીને મોટી કંપની શરૂ કરશે અથવા ઈન્ફોસીસ જેવી કંપનીના સીઈઓ બનશે તો મને વધારે ખુશી થશે. જોકે નડેલાએ એવું પણ કહ્યું હતું કે, હું ભારત વિશે આશાવાદી છું. ત્યાં રાષ્ટ્ર નિર્માણનો 70 વર્ષનો ઈતિહાસ છે. હું વિચારુ છું કે, એક મજબૂત આધાર છે. હું ભારતમાં મોટો થયો છું. ત્યાંના વારસા વિશે મને ગર્વ છે. હું ત્યાંના અનુભવથી પ્રભાવિત છું.

કાર્બનનું સ્તર ઓછુ કરવા માટે માઈક્રોસોફ્ટ ટેક કંપનીઓની મદદ કરશે
માઈક્રોસોફ્ટે ટેક કંપનીઓ માટે 1 અબજ ડોલર (7,000 કરોડ રૂપિયા)ના રોકાણની યોજના વિશે થોડા દિવસ પહેલાં માહિતી આપી હતી. તેના અંતર્ગત તે કંપનીઓ અને સંસ્થાઓને મદદ કરવામા આવશે જે વાતાવરણમાંથી કાર્બનનું સ્તર ઘટાડવાનું કામ કરી રહી છે. માઈક્રોસોફ્ટનું કહેવું છે કે, માત્ર કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો પ્રયત્ન જોખમી જળવાયુ પરિવર્તન રોકવા માટે પૂરતુ નથી. નડેલાએ કહ્યું કે, અમે અમારા દરેક ડેટા સેન્ટરમાં રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ શરૂ કરીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post