• Home
  • News
  • સાઉદી સરકાર પર તેમના દુશ્મનોના ટ્વિટરની જાસુસી કરાવવાનો આરોપ, 3ની ધરપકડ
post

અમેરિકામાં બે પૂર્વ ટ્વિટર કર્મચારી અને એક અન્ય વ્યક્તિને ટ્વિટર યુઝર્સની જાસુસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-07 14:56:08

સૈન ફ્રાન્સિસ્કો: અમેરિકામાં બે પૂર્વ ટ્વિટર કર્મચારી અને એક અન્ય વ્યક્તિને ટ્વિટર યુઝર્સની જાસુસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાં સાઉદી અરબથી 2 અને અમેરિકાથી એક નાગરિક સામેલ છે. આ લોકો કંપનીના અસંતૂષ્ટ લોકો પાસેથી માહિતી લઈને સાઉદી અરબ મોકલતા હતા.

આરોપીઓને બુધવારે સૈન ફ્રાન્સિસ્કો ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા આરોપ પત્ર પ્રમાણે ત્રણ લોકો કથિત રીતે એક સાઉદી અરબના ઓફિસર માટે કામ કરતા હતા. વકીલોએ આ ઓફિસરને શાહી પરિવાર સાથે જોડાયેલો હોવાનું ગણાવ્યું. વોશિંગ્ટન પોસ્ટ પ્રમાણે, ઓફિસર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન માટે કામ કતા હતા.

જે ત્રણ લોકો પર આરોપ લગાવવામાં આવ્યા છે તેમના નામ અલી અલજબરા, અહમદ અબાઉમો અને અહમદ અલમુતૈરી છે. અલમુતૈરી જ સાઉદીના શાહી પરિવાર સાથે જોડાયેલો હતો. વકીલ ડેવિડ અંડરસને કહ્યું કે, આ ત્રણેય લોકોએ તે ટ્વિટર યુઝર્સની અંગત માહિતી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ સાઉદી સરકાર અને શાહી પરિવારના નિંદા ખોર હતા. અમેરિકાનો કાયદો કોઈ પણ કંપનીને બહારની દખલગીરીથી સુરક્ષા આપે છે. વકીલ ડેવિડે કહ્યું કે, અમે અમેરિકન કંપનીમાં કોઈની બહારની દખલગીરીને મંજૂરી નથી આપતા.

સીઆઈએની તપાસ પ્રમાણે સાઉદી ક્રાઉન પ્રિન્સે ગયા વર્ષે ઈસ્તાંબુલ કોન્સુલેટમાં પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો આદેશ આપ્યો હતો. ખશોગીને પ્રિન્સ મોહમ્મદના દુશ્મન માનવામાં આવે છે. ખગોશીની હત્યા પછી અમેરિકા અને સાઉદીના સંબંધ તણાવપૂર્વક થઈ ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post