• Home
  • News
  • સાવલીના ફિલ્મ પ્રોડ્યુસર દિપ પટેલે આસિસ્ટન્ટ યુવતીને પગાર આપવાના બહાને હોટેલના રૂમ પર બોલાવી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
post

દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-24 12:10:42

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતા ફિલ્મ પ્રોડ્યુસરે પોતાની જ આસિસટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પગાર આપવાના બહાને હોટેલમાં બોલાવી
આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર જે.પી ગોસાઇએ જણાવ્યું હતુ કે, ‘મૂળ સાવલી ખાતે રહેતો દિપ પટેલ પોતે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. એક મહિના અગાઉ દિપ પટેલે રૂ. 13 હજારના પગાર પર આસિસટન્ટ તરીકે એક યુવતીને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતી પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી. જ્યાં દિપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો.

આખી રાત રૂમમાં યુવતીને ગોંધી રાખી હતી
વધુમાં પી.આઇ.એ જણાવ્યુ કે, ‘પગાર આપવાના બહાને ફિલ્મ પ્રોડ્યુસરે યુવતિને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રૂમનો દરવાજો બંધ કરી યુવતી સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતુ. આખી રાત રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યા બાદ યુવતી હેમખેમ વહેલી સવારે રૂમનો દરવાજો ખોલી જીવ બચાવી નીકળી ગઇ હતી. જો કે, ફિલ્મ પ્રોડ્યુસર દિપ પટેલે કરેલા કૃત્યો છુપાવવા માટે તેણે યુવતીને ધમકી આપી હતી કે, આ બાબતની કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ.

પોલીસે આરોપીની ધરપકડ કરી
દિપની હવસનો ભોગ બનેલી યુવતીએ આખરે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તેની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને વર્ણવી હતી. યુવતીની કેફિયતના સયાજીગંજ પોલીસે બળાત્કારી ફિલ્મ પ્રોડ્યુસર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post