• Home
  • News
  • SBIએ ફરીથી વ્યાજ દર ઘટાડ્યાં:6.70%ના દરે હોમ લોન મળશે, પરંતુ 30 લાખથી વધુની લોન પર 6.95% વ્યાજ વસૂલવામાં આવશે
post

75 લાખથી વધુની લોન પર 7.05%ના દરે મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-04 11:24:43

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ હોમ લોનના વ્યાજ દરમાં ફરીથી ઘટાડો કર્યો છે. 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન હવે 6.70%ના વ્યાજ દરે મળશે. જો તમે હોમ લોન 30 લાખથી વધારે લો છો તો ફરીથી તમારે 6.95%ના દરે વ્યાજ ચૂકવવું પડશે.

30 લાખ સુધીની લોન પર 6.70 ટકા વ્યાજ
બેંકે શનિવારે આ જાણકારી આપી હતી. બેંકના જણાવ્યા પ્રમાણે, 30 લાખથી લઈને 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 6.95%નો દર લાગુ રહેશે. જો લોન 75 લાખથી વધારે છે તો વ્યાજ દર વધીને 7.05% થઈ જશે. જો તમે તેની બેંકિંગ એપ યોનોથી લોન માટે અપ્લાય કરો છો તો તમને 5BPSની છૂટ મળશે.

હોમ ફાઈનાન્સમાં લીડર છે SBI
SBI
ના રિટેલ અને ડિજિટલ બેંકિંગ મેનેજિંગ ડિરેક્ટર સી.એસ શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, હોમ ફાઈનાન્સમાં SBI એક માર્કેટ લીડર છે અને હોમ લોન માર્કેટમાં ગ્રાહકોના સેન્ટીમેન્ટને ધ્યાનમાં રાખતા વ્યાજ દર ઓછો રાખવામાં આવે છે. અમને વિશ્વાસ છે કે હોમ લોન લેનારા અને રિયલ ઈસ્ટેટ ઈન્ડસ્ટ્રી બંને માટે આ નવો નિર્ણય સારો રહેશે. ગ્રાહકો યોનો દ્વારા હોમ લોન માટે અપ્લાય કરીને 5BPSની છૂટ મેળવી શકે છે. ​​​​​​​

માર્ચ સુધીમાં વ્યાજ દર 6.70% હતા
ગત નાણાકીય વર્ષમાં બેંકે તેના હોમ લોનના વ્યાજ દર ઘટાડીને 6.70% કર્યા હતા. તે 31 માર્ચ સુધી માટે હતા અને એપ્રિલમાં બેંક ફરીથી તેને વધારીને 6.95% કરી દીધા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખતા બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં પહેલાથી જ ઓછા દરોને જોતાં બેંકે ફરીથી જૂના દર લાગુ કર્યા. ​​​​​​​

અત્યારે પણ 7%થી ઓછા વ્યાજ દર છે
અત્યારે પણ બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં ઘણા ઓછા વ્યાજે લોન મળી રહી છે. મોટાભાગની બેંકોના વ્યાજ દર 6.70થી લઈને 6.90% સુધી છે. HDFC લિમિટેડ અત્યારે પણ 6.70% હોમ લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા સૌથી ઓછા 6.65% પર હોમ લોન આપી રહી છે. LIC હાઉસિંગ અને યુનિયન બેંક જેની સંસ્થા પણ 6.80થી 6.95% સુધી હોમ લોન આપી રહી છે.​​​​​​​

દોઢ વર્ષમાં સૌથી ઓછા વ્યાજ દર
છેલ્લા દોઢ વર્ષથી દેશમાં હોમ લોનના વ્યાજ દર સૌથી નીચલા સ્તરે છે. થોડા વર્ષો પહેલા હોમ લોનના વ્યાજ દર 8%થી વધારે હતા. બેંકિંગ ઈન્ડસ્ટ્રીનું માનવું છે કે, અત્યારે પણ આ વર્ષના અંત સુધી હોમ લોનના વ્યાજ દર 7%થી નીચે રહી શકે છે. 31 માર્ચ પહેલાં, જ્યારે વ્યાજના દરમાં વધુ ઘટાડો થયો હતો, ત્યારે કેટલાક રાજ્યોએ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનમાં અડધી છૂટ આપી હતી અને જ્યારે લોકોને ઘરેથી કામ કરવાની ફરજ પડી ત્યારે ત્યારે ઘરોનું વેચાણ વધ્યું હતું. મુંબઈ જેવા શહેરોમાં મકાનોનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post